દેશભરમાં આવતા 21 દિવસો સુધી લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પછી ગૃહમંત્રાલયે જરૂરી ગાઈડલાઈન રજૂ કરી છે. આ ગાઈડલાઈનમાં ગૃહમંત્રાલયે જણાવ્યું કે, સ્પષ્ટ કર્યું છે કે, પાછલા 2 દિવસોથી ચાલી રહેલા લોકડાઉન જેમ જ ઈમરજન્સી અને આવશ્યક જરૂરતો સાથે જોડાયેલી સેવાઓ અને સામાનને રોકવામાં આવશે નહીં.
કઇ ચીજો ખુલ્લી રહેશે અને શું બંધ રહેશે?
ભારત સરકારની ઓફિસ બંધ રહેશે, તેના સાથે જોડાયેલી બધી સંસ્થાઓ બંધ રહેશે. પરંતુ કેટલીક ચીજો ખુલ્લી રહેશે.
અપવાદ
ડિફેન્સ, CAPF, ટ્રેજરી, પેટ્રોલિયમ, પીએનજી, સીએનજી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાવર, જનરેશન, પોસ્ટ ઓફિસ, NIC
રાજ્ય સરકારની ઓફિસો બંધ રહશે પરંતુ આ ચીજો ખુલ્લી રહેશે.
અપવાદ
પોલીસ, હોમગાર્ડ્સ, ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જેલ, જિલ્લા વહીવટી અને ટ્રેજરી પણ ખુલ્લી રહેશે. વિજળી, પાણી, સફાઈ વિભાગ પણ ખુલ્લા રહેશે.
હોસ્પિટલ અને તેના સાથે જોડાયેલી બીજી સેવાઓ ખુલ્લી રહેશે.
બધી જ કોમર્શિયલ અને પ્રાઈવેટ ચીજો બંધ રહેશે.. પરંતુ આ ચીજોને છોડીને
અપવાદ
કરિયાણાની દુકાનો, ખાદ્ય સામાગ્રી, ફળ-શાકભાજીની દુકાનો, ડેરી, માંસ-માછલીની દુકાનો. જિલ્લા વહીવટને તે નિર્દેશ છે કે, વધારેમાં વધારે ચીજો સીધી ઘર પર ડીલીવરી કરવામાં આવે.
બેંક, ઈન્શ્યોરન્સ ઓફિસ અને એટીએમ ખુલ્લા રહેશે
પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ખુલ્લા રહેશે.
ટેલીકોમ્પયૂનિકેશન, ઈન્ટરનેટ સર્વિસેજ, બ્રોડકાસ્ટિંગ, કેબલ સર્વિસેજ ખુલ્લા રહેશે.
બધા જ ઔદ્યાગિક કારખાનાઓ બંધ રહેશે. જરૂરી સામાન બનાવનાર મેન્યૂફેક્ચરિંગ યૂનિટ ખુલ્લી રહેશે.