કેરળ વિમાન દુર્ઘટના (Kerala Plane crash) ના બચાવ કામગીરીમાં સામેલ 22 અધિકારીઓને કોરાના (Corona/Covid-19) થયો હોવાના સમાચાર આવ્યા છે. આ 22 અધિકારીઓમાં કલેક્ટર્સ અને સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ શામેલ છે.આ માહિતી મલપ્પુરમના મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી. આ અકસ્માત 7 ઓગસ્ટે કોઝિકોડ એરપોર્ટ પર બન્યો હતો. વિમાન રનવે પરથી લપસી પડ્યું હતું અને 35-ફુટ ઊંડી ખાઈમાં પડીને બે ટુકડા થઈ ગયું હતું. તેમા 18 ના મોત અને 149 મુસાફરો ઘાયલ થયા હતા.અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોમાંથી એકને કોરોના થયો હતો, જે પાછળથી માલૂમ પડયુ હતુ. ત્યારબાદ બચાવ કામગીરીમાં સામેલ CISFના જવાનો, સ્થાનિક લોકો અને અધિકારીઓને કવોરન્ટાઇન થવા જણાવાયુ હતુ, એમ સૂત્રોનું કહેવુ છે. કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. સેલજાએ કહ્યું હતું કે બચાવ કામગીરીમાં રોકાયેલા તમામ લોકો હોમ-કવોરન્ટાઇન (home-quarantine) થઇ જવું જોઈએ. રાજ્ય સરકાર તેમના કોવિડ પરીક્ષણ કરશે.
કેરળના કોઝિકોડ(Kozhikode, Kerala)માં ભારે વિમાન દુર્ઘટના (Plane crash) સર્જાઈ છે જેમાં પાયલોટ અને સહ-પાયલોટ (Pilot and co-pilot) સહીત 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દુબઇથી એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express from Dubai)નું લેન્ડિંગ કરતા સમયે લપસી ગયું હતું અને 35 ફૂટ ઊંડી ખાડીમાં પડી ભાંગ્યુ હતું. જેમાં વિમાનનાં બે ટુકડા થયા હતા. કાટમાળને સ્થળ પરથી હટાવવામાં આવી રહ્યો છે. દુબઈથી 191 લોકોને લઈ જતા એર ઈન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Kozhikode International Airport) (કરીપુર એરપોર્ટ) નજીક ક્રેશ થયું હતુ. આ ફ્લાઇટનો ફ્લાઇટ નંબર એએક્સબી 1344 છે. વિમાન દુબઈથી સાંજે 4.45 વાગ્યે ઉડાન ભરીને આવ્યું હતું.
સાંજે 7.41 વાગ્યે ઉતરતી વખતે વિમાન રનવે પરથી સરકી ગયું હતું અને રન-વે પર લપસીને એક દિવાલથી અથડાયુ હતુ ત્યાર બાદ વિમાનનાં બે ટુકડા થયા હતા. જ્યારે પ્લેન લેન્ડિંગ (Plane landing) કરી રહ્યુ હતુ ત્યારે ભારે વરસાદ (Heavy Rain Fall) થઈ રહ્યો હતો અને એ સમયે વિઝિબિલીટી પણ ઓછી (Visibility even lower) હતી તથા રન-વે વધારે લાંબો ન હતો (The runway was not too long) તે કારણોસર આ ઘટના સર્જાઈ હતી. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન (V Muralitharan) અકસ્માત બાદ પરિસ્થિતિનો હિસ્સો લેવા કાલિકટ પહોંચ્યા હતા.આ સાથે જ કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી પણ કાલિકટ પહોંચ્યા હતા.