નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (The National Highways Authority of India -NHAI) એ 3.3 લાખ કરોડના રોકાણ સાથે 23 એક્સપ્રેસવે (express way) બનાવવાની યોજનાને અંતિમ રૂપ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિશાળ ભંડોળની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓથોરિટીએ વિશેષ હેતુ વાહન (Special Purpose Vehicles -SPVs) બનાવવાનું પણ નક્કી કર્યું છે. આ મેગા પ્રોજેકટ અંતર્ગત એનએચએઆઈ બોર્ડે 1300 કિમી લાંબા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે માટેના પ્રથમ એસપીવીને મંજૂરી આપી દીધી છે, જે હાઇવે ઓથોરિટીની સંપૂર્ણ માલિકીની રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે એસપીવી માટે નાણાકીય સંસ્થાઓ, બેંકો, વીમા કંપનીઓ, અને પેન્શન ફંડ્સમાંથી ધિરાણ મેળવવું વધુ સરળ બનશે.

NHAIએ એસપીવી બનાવવા માટે બે માર્ગ અપનાવી શકે છે: ટૂંકી લંબાઈના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ્સ, 50-150 કિલોમીટરની રેન્જમાં, એક ટૂંકી લંબાઈવાળા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ્સ માટે એક અને એક જ એસપીવી બનાવવામાં આવશે, 300 થી 400 કિ.મી. સુધીના મોટા લંબાઈના એક્સપ્રેસવે માટે સમર્પિત એસપીવી હશે.
45,000 કરોડ રૂપિયાના દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે માટે રચાયેલી પ્રથમ એસપીવીમાં, એનએચએઆઈ 5000 કરોડનો ખર્ચ કરશે જ્યારે બાકીના 40,000 કરોડ રૂપિયા બજારમાંથી લોન તરીકે લેવામાં આવશે.અનેક રાષ્ટ્રીયકૃત બેંકો, પેન્શન ફંડિંગ એજન્સીઓ, અને વિદેશી રોકાણકારોએ પણ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
એક્સપ્રેસવે અને આર્થિક કોરિડોર (economic corridor) નું નેટવર્ક, જે માર્ચ 2025 સુધીમાં તૈયાર થઈ જશે એમ NHAIએ દાવો કર્યો હતો. દિલ્હી-મુંબઇ, અમદાવાદ-ધોલેરા (Ahmedabad-Dholera) અને અમૃતસર-જામનગર (Amritsar-Jamnagar) સહિત ચાર એક્સપ્રેસ વે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાના છે. માર્ચ 2024 સુધીમાં વધુ નવ એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે. એનએચએઆઈ દ્વારા તૈયાર કરાયેલ સ્ટેટસ રિપોર્ટ (status report) બતાવે છે કે માર્ચ 2025 સુધીમાં અન્ય 9 ગ્રીનફિલ્ડ હાઇવે (green field highway) પૂર્ણ થશે.આ એક્સપ્રેસવેની સંયુક્ત લંબાઈ 7,800 કિલોમીટરની નજીક છે અને આગામી પાંચ વર્ષમાં આશરે 3.3 લાખ કરોડના રોકાણની જરૂર પડશે.
આ એક્સપ્રેસવેનું નેટવર્ક સુરત,લખનૌ, બેંગ્લોર, વિજયવાડા, સિલગુરી, સોલાપુર, વિઝાગ, ચેન્નાઇ, રાયપુર, કોટા, ખરગપુર જેવા શહેરોને આવરી લેશે. સૂત્રોએ અંતમાં જણાવ્યુ છે કે 2023-24માં પૂરા થનારા પ્રોજેકટસ માટેનું બિડીંગ (bidding process) આવતા વર્ષ સુધીમાં થઇ જશે.