ચીનથી કંટાળીને પોતાનો ધંધો સમેટી 24 કંપનીઓ ભારતમાં પોતાનો ધંધો શરૂ કરવા માંગે છે. કંપનીઓને રિઝવવા માટે ભારત (India) દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી પ્રોત્સાહનની જાહેરાતોની અસર જોવા મળી રહી છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સથી લઈને એપ્પલ સુધીની એસેમ્બલી પાર્ટનર્સે ભારતમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે.
સરકારે ફાર્મા સેક્ટર માટે પણ આજ પ્રકારની જાહેરાત કરી છે. આ સિવાય અન્ય સેક્ટર્સમાં પણ આ પ્રકારના પ્રોત્સાહન પેકેજ લાવવાની યોજના છે. જેમાં ઓટો મોબાઈલ, ટેક્સટાઈલ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર હોઈ શકે છે.
ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના અનુસાર, સ્ટાન્ડર્ડ ચાર્ટડના હાલના સર્વેમાં જાણકારી સામે આવી છે કે, અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડિંગ વૉર અને કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે સક્રિય રીતે સપ્લાયમાં વિવિધતા લાવવા માટે નવા સ્થાનો શોધી રહી છે. જો કે તેનો ભારતને વધારે ફાયદો નથી થઈ રહ્યોચ. આ કંપનીઓ માટે વિયેતનામ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. જે બાદ કંબોડિયા, મ્યાનમાર, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ આ કંપનીઓની પસંદગીની જગ્યાં છે.