સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે અને આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણ માટે લીલી ઝંડી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે લીલી ઝંડી આપી દીધી છે. આદેશ સંભળાવતા કોર્ટે કહ્યું કે અમે આવતીકાલના ફ્લોર ટેસ્ટને રોકવાના નથી.
ગુવાહાટી છોડવાની થોડી મિનિટો પહેલાં, બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેએ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્ર અને રાજ્યના લોકોના વિકાસ માટે કામ કરશે.
સાથે સાથે સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ NCP નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખને આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપી છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે ભાજપે પણ સરકાર બનાવવા ચક્રો ગતિમાન કર્યા છે.
સુપ્રીમ કોર્ટે શિવસેનાના સુનીલ પ્રભુની અરજી પર નોટિસ જારી કરી કહ્યું કે આવતીકાલની ફ્લોર ટેસ્ટ હાલની અરજીના પરિણામને તે આધીન રહેશે. કોર્ટ તેમની અરજી પર 11 જુલાઈએ સુનાવણી કરશે.