જ્યારે કોઈ છોકરી સાથે પ્યાર થઈ જાય ત્યારે માત્ર તેનાજ વિચારો આવે છે સૂતા,ઉઠતા,બેસતા, દરેક પળમાં બસ તેના વિચારો આવે છે અને પ્યારમાં પ્રેયસી માટે યુવકો કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે પણ જયારે સાથે જીવવા મરવાના કોલ આપ્યા બાદ યુવતી અચાનક ફરી જાયતો પ્રેમી યુવકની શુ મનોવ્યથા હોય તેતો જેણે પ્રેમ કર્યો હોય તેજ જાણે.
આવોજ એક કિસ્સો બિહારમાં સામે આવ્યો છે જેમાં યુવક અને યુવતી સવારે મોર્નિંગ વોક દરમિયાન મુલાકાત થાય છે અને પ્રેમમાં પડે છે પણ યુવતીને પોલીસની નોકરી મળતાજ તેણે યુવકને તરછોડી દીધો હતો.
બિહારના સહરસાના એક યુવકે તેની પ્રેમિકા કમ પત્ની ઉપર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
યુવકનું કહેવું છે કે તેની પત્નીને સરકારી નોકરી મળતાં જ તેણે ઓળખવાની ના પાડી દીધી.
યુવકે જણાવ્યું કે જે યુવતી પર તેણે નોકરીના નામે 15 લાખ રૂપિયા ખર્ચ્યા હતા તે હવે તેનો સાથ છોડી દીધો છે.
યુવકનું કહેવું છે કે તે યુવતી સાથે તેની મુલાકાત એરપોર્ટ ગ્રાઉન્ડ પર થઇ હતી,જ્યાં બંને દોડવા જતા હતા. વ્યક્તિએ જણાવ્યું કે છોકરી બિહાર પોલીસ માટે તૈયારી કરી રહી હતી અને પોતે આર્મી માટે તૈયારી કરી રહયો હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કરી લીધા.
યુવકે જણાવ્યું કે લગ્નના થોડા દિવસો બાદ તેની પત્નીને બિહાર પોલીસમાં નોકરી મળી ગઈ.
નોકરી મળતાં જ તેનું વર્તન બદલાઈ ગયુ અને તેણે મને પતિ તરીકે સ્વીકારવાની ના પાડી.
સરકારી નોકરી મળતાજ મને ખુશીનો કોઈ પાર ન રહ્યો અને જ્યારે હું મારી પત્નીને મળવા માટે ઉતાવળે સમસ્તીપુર પહોંચ્યો, પરંતુ જ્યારે મેં મારી પત્નીનું બદલાયેલું રૂપ જોયું તો મને આશ્ચર્ય થયું.
મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું.
પત્નીએ મને પતિ તરીકે સ્વીકારવાની ના પાડી અને મારો નંબર પણ બ્લોક કરી દીધો.
લગ્ન દરમિયાન બંનેના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
હવે યુવતી કહી રહી છે કે અમે આ લગ્નમાં માનતા નથી યુવક કહે છે કે પોતાની સાથે દગો થયો છે અને ન્યાય માટે ભટકી રહ્યો છે પણ ક્યાંય તેનું કોઈ સાંભળતું નથી.