તમારા ઘરમાં જે પંખા લાગેલા છે તેમાં કેટલા પાંખિયા હોય છે ત્રણ? હા, ત્રણ જ હોય છે. ભારતમાં ત્રણ પાંખડા વાળા પંખા જ જોવા મળે છે. અહિયાં ૪ પાંખડા વાળા પંખા ઘણા ઓછા જોવા મળે છે. શું ક્યારેય તમે ધ્યાન આપ્યું છે કે સીલીંગ ફેન એટલે પંખામાં લાગેલા પાંખડાની સંખ્યા ઓછી કે વધુ કેમ હોય છે?
કદાચ એ વાતની તમને ન ખબર હોય, પરંતુ ભારતમાં ત્રણ પાંખડા વાળા પંખાનો ઉપયોગ થાય છે અને વિદેશોમાં ચાર પાંખડા વાળા પંખા ઉપયોગમાં લેવામાં આવે છે. કદાચ તમને એ નહિ ખબર હોય કે એવું કેમ છે? આવો આજે અમે તમને આ જાણવા જેવી વાત જણાવીએ છીએ.
ભારતમાં ૩ પાંખિયા વાળા પંખા ઉપયોગ કરવા પાછળનું કારણ આજ સુધી કોઈએ નહિ જણાવ્યું હોય. પંખાનો ઉપયોગ ઠંડી હવા માટે કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં તે ઘણો આરામદાયક રહે છે. ત્રણ પાંખીયા વાળા પંખા ચાર પાંખીયા વાળા પંખાની સરખામણીમાં હળવા હોય છે અને ઘણા ઝડપથી ચાલે છે. એટલા માટે ભારતમાં મોટા ભાગે ત્રણ પાંખડા વાળા પંખાનો જ ઉપયોગ થાય છે.
ચાર પાંખીયા વાળા પંખાની સરખામણીમાં ત્રણ પાંખીયા વાળા પંખાથી વીજળીની બચત થાય છે. નાના રૂમ માટે ત્રણ પાંખીયા વાળા પંખા ઘણા ફાયદાકારક હોય છે. તે રૂમના ચારે ખૂણા સુધી હવા પહોચાડે છે. સાથે જ ચાર પાંખીયાની સરખામણીમાં ત્રણ પાંખડા વાળા પંખા ઓછી કિંમતમાં મળી જાય છે.
અમેરિકા, રૂસ કે ઠંડા દેશોમાં લોકો પોતાના ઘરોમાં ૪ પાંખીયાવાળા પંખાનો ઉપયોગ કરે છે. કેમ કે ત્યાં લોકો પાસે એયર કંડીશનર (એસી) હોય છે, એટલા માટે તે પંખાનો ઉપયોગ એસીને સ્પ્લીમેંટ તરીકે કરે છે, જેનો હેતુ એસીની હવાને આખા રૂમમાં ફેલાવવાનો હોય છે.