નેપાળ અને સ્થાનીક સરકારની આગેવાનીમાં માઉંટ એવરેસ્ટની સફાઈ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કામ અંતર્ગત ટીમએ 3000 કિલો કચરો સાફ કરવામાં આવ્યો છે. તેમાંથી 2000 કિલો કચરો ઓખલઢુંગા જિલ્લા અને એક હજાર કિલો કચરો કાઠમાંડૂ સુધી નેપાળી હેલીકોપ્ટર્સના માધ્યમથી મોકલવામાં આવ્યો છે.
નેપાલી પર્યટન વિભાગએ મહાનિદેશક દંડુ રાજ ધિમિરે અનુસાર 14 એપ્રિલથી શરૂ થયેલા 45 દિવસીય સફાઈ અભિયાનમાં દુનિયાના સૌથી ઊંચા પર્વત પરથી 10 ટન કચરો સાફ કરવાનો ધ્યેય છે. તેમાં 2 કરોડ 32 લાખ નેપાળી રૂપિયાનો ખર્ચ થશે.
સફાઈ કરવા માટે ટીમ એવરેસ્ટના બેસ કેમ્પ સુધી પહોંચી ચુકી છે. આ સફાઈ દરમિયાન ટીમને ચાર મૃતદેહ પણ મળ્યા છે. આ અભિયાનમાં નેપાળી સેના અને પર્વતારોહીઓ જોડાયા છે.
મહત્વપૂર્ણ છે કે દર વર્ષે એવરેસ્ટ પર ચઢાઈ દરમિયાન હજારો પર્વતારોહી, શેરપા વગેરે જૈવિક અને અજૈવિક કચરો એવરેસ્ટ પર છોડી દેતા હોય છે. તેના કારણે દુનિયાના સૌથી ઊંચા પર્વત પર કચરાના ગંજ ખડકાયા છે. આ સત્રમાં 500 વિદેશી અને 1000થી વધારે સહાયકકર્મિઓ એવરેસ્ટ ચઢશે તેવું અનુમાન છે.