કોરોના ની સ્થિતિ આખા વિશ્વ માં વકરી છે અને અસંખ્ય લોકો મોત ને ભેટયા છે ત્યારે દેશમાં કોરોના નું વધતું જતું સંક્રમણ રોકવા માટે DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન અંગે લેવાયેલા માં DGCA વિભાગે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધને 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે.
હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં અને બહારથી ભારતમાં આવશે પણ નહીં. જોકે આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી ખાસ ફ્લાઈટો ચાલુ રહેશે. આ પહેલાં DGCAએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધાર્યો હતો
