નવી દિલ્હીઃ દેશ હાલ કોરોના મહામારીની ઐતિહાસિક સંકટમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે સરકારી કર્મચારીઓ માટે દશેરા એ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સરકારે દેશના લગભગ 31 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરા કરી છે. સરકાર આ દિવાળીએ કર્ચમારીઓને બોનસ આપવા માટે રૂ. 3714 કરોડ ખર્ચ કરશે.
ઉલ્લેખનિય છે કે, કોરોના સંકટથી મંદ પડેલ અર્થતંત્રને ફરી ધમધમતુ કરવા માટે સરકાર માંગને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે આજે કેન્દ્રિય મંત્રીમંડળે ચાલુ નાણાંકીય વર્ષની માટે પ્રોડક્ટિવિટી અને નોન- પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતથી 30.67 લાખ નોન –ગેજેટેડ સરકારી અધિકારીઓને ફાયદો થશે
આ પહેલા પાછલા સપ્તાહમાં નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે સરકાર કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જેના માધ્યમથી કર્મચારી એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઈ શકશે.
તમને જણાવી દઈએ કે કોવિડ 19ની અર્થવ્યવસ્થા ઉપર અસરને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પેશયલ એલટીસી સ્કીમની પણ જાહેરાત કરી છે. તેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે. આ સ્કીમમાં એલટીએના બદલે કર્મચારીઓને કેશ વાઉચર મળશે. જો કે, તેનો ઉપયોગ 31 માર્ચ 2021 પહેલા કરવાનો રહેશે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે સરકારે કેટલીક ગાઈડલાન્સ આપી છે જેનું પાલન કરવાનું રહેશે.