કોરોના કર્ણાટકનાં પાટનગર બેગ્લોરૂમાં કોરોનાનો કહેર સતત ચાલું જ છે, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાનાંના 41 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 373 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, તેની સીધી અસર સ્મશાનભૂમિ પર જોવા મળી રહી છે. બેગ્લોરૂમાં ઘણા સ્મશાનગૃહોમાં મૃતદેહોનાં અગ્નિસંસ્કાર ચાલુ જ છે અને આ કારણ છે કે મૃતદેહોનાં અગ્નિસંસ્કાર માટેનો 4 મહિનાનો લાકડાનો સ્ટોક માત્ર 15 દિવસમાં ખતમ થઈ ગયો છે.છેલ્લા 15 દિવસમાં લગભગ 1000 ટન લાકડાનો ઉપયોગ મૃતદેહોનાં અગ્નિ સંસ્કાર માટે કરવામાં આવ્યો હતો. 1 મેથી અત્યાર સુધીમાં, શહેરમાં કોરોનાથી લગભગ ત્રણ હજાર લોકો મૃત્યુ પામ્યા છે. દક્ષિણ બેગ્લોરૂમાં તવરકરે સ્મશાનગૃહમાં મૃતદેહોનાં અગ્નિસંસ્કાર પાછળ 1 થી દોઢ એકર જમીનનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે તે વધારીને 4 એકર કરવામાં આવી છે. અહીં દરરોજ 50 થી 60 મૃતદેહોનાં અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.ઘણીવાર પરિવાર મૃતદેહોને મુકીને જતા રહે છે અને આવી સ્થિતિમાં, તે મૃતદેહોનો અંતિમ સંસ્કાર સ્થાનિક વહીવટીતંત્ર કરે છે. અહીં વરસાદ દરમિયાન પણ શેડ બનાવીને પણ સતત અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મશાનગૃહમાં મૃતદેહનાં અગ્નિસંસ્કાર માટે ટોકન આપવામાં આવે છે અને આ ટોકન નંબર પરથી મૃતકનાં પરિવારજનોને મૃતકની અસ્થિઓ આપવામાં આવે છે. જો કે હવે શનિવારથી આ ટોકન આપવાની કામગીરી પણ ઓનલાઇન શરૂ કરવામાં આવી છે.
