BJP: 10 લાખ પડાવી પાસ કર્યા પણ પગલાં લેવાયા માત્ર 30 સામે 40 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ. 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ થયું હતું. 2021માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી.
ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 55 કર્મચારીઓ અને લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે. જૂન 2024માં 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કર્યા છે. તેમાં 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા હતા. 2024માં વધુ 19 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
યુવરાજસિંહે કહ્યું કે, 2020 થી 2021માં 2156 વિદ્યુત સહાયક (જુનીયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવી હતી. જેમાં પરીક્ષામાં પાસ કરાવવા માટે ટોળકી સક્રિય બની હતી. જે સ્થળે ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કોમ્પ્યુટરમાં એક વિશેષ સોફ્ટવેરની મદદથી ઉમેદવારના પ્રશ્નપત્રના જવાબો પરીક્ષા કેન્દ્રની બહાર બેઠેલા ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ, ઉમેદવારોને બારોબાર પાસ કરાવવા માટે હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી. ભરતીમાં રૂપિયા 10થી 15 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો. રાજકોટના વિદ્યુત સહાયકોને ફરજ મોકુફ કરવાના મામલે પીજીવીસીએલના એડિશનલ જનરલ મેનેજર એચ.આર ડિપાર્ટમેન્ટના એ.આર.કટારા હતા.
ઊર્જા વિભાગ કૌભાંડના એપીસેન્ટર
અરવલ્લીનું મોડાસા~સાઠંબા છે…
મહીસાગરનું વીરપુર.. કોઈડમ…
વણાકબોરી, થર્મલ સ્ટેશન.
સૌરાષ્ટ્રનું કેશોદ – ભાવનગર
હિંમતનગરનું – પ્રાંતિજ
બરોડા સ્ટેકવાઈઝ ટેકનોલોજી.
આખા રાજ્યમાં આંદોલન કર્યા હતા.
PGVCLમાં ઓનલાઈન પરીક્ષા સક્સેસ ઇન્ફોટેક નામની કંપની દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 400 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. કેટલાક સેન્ટરમાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
2021માં ઓનલાઇન PGVCLની પરીક્ષા બાદ 30 વિદ્યુત સહાયક સસ્પેન્ડ કરાયા છે. રાજ્યમાં વર્ષ 2021માં “સક્સેસ ઇન્ફોટેક નામની કંપની” દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષામાં 10થી 15 લાખનો વહીવટ અને ગેરરીતિ આચરવામાં આવી હતી.
માંગણી
ખટલો ફાસ્ટ્રેકમાં ચલાવો..
સસ્પેન્ડ નહીં પણ ટરમીનેટ જ કરો.
ફકત વિદ્યાર્થીઓ ને સામે જ કાર્યવાહી શા માટે ?
ઉમેદવાર નાં તો પૈસા ગયા, સમાજ માં નામ બદનામ થયું હસે, નોકરી પણ ગઈ. પરંતુ એની સાથે છેતરપિંડી કરનાર વચેટિયા કે મુખ્ય સૂત્રધાર ને કશું નહિ થયું. આવું કેમ ?
કોનાં કહેવાથી છાવરવામાં આવે છે ?
વચેટિયા અને મૂળ જે એજન્ટ અને જે અધિકારી છે તેની સામે તપાસ કેમ નહિ ?
જે તે ઊર્જા વિભાગ ના MD પણ જવાબદાર છે. અને ઊંચ અધિકારીઓ પણ જવાબદાર છે એની સામે પણ તપાસ થવી જરૂરી છે.
બાર જેટલા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તપાસના અંતે પોલીસે શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લીસ્ટ PGVCL ને આપ્યું હતું. જેના આધારે PGVCL દ્વારા તપાસ કરી 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મોકૂફ કરી તમામ કર્મચારીઓ સામે તહોમતનામું દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
બે વર્ષથી આંદોલન ચાલે છે. પરિક્ષામાં ત્યારે પગલાં લેવાયા ન હતા.
પ્રાંતિજની શાળામાં પેપર ફૂટ્યું હતું.
સીબીઆઈ તપાસની માંગણી કરી હતી.
આખું કુટુંબ વિજ કંપનીમાં
મહિસાગરના વતની દિલીપ પટેલના કુટુંબ અને સગાના 45 લોકો જીઈબીમાં નોકરી કરે છે. ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડમાં યુવરાજસિંહે જણાવ્યું કે દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિ કૌંભાડી છે. જેમાં યુવરાજસિંહે કેટલાક વચેટિયાના નામ જાહેર કર્યા છે. તેમાં દિલીપ પટેલે 45 સગા – સંબંધીઓને નોકરીએ લગાડ્યા છે તેવો આક્ષેપ કર્યો છે. તથા ખોટી રીતે ભરતી થયેલા હાલ ફરજ પર છે તેવું પણ જણાવ્યું છે. માસા અને તેના સંબંધીઓ છે. થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી કરતાં હતા.
યુવરાજે જણાવ્યું છે કે તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. તેમાં આરોપીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ સમિતિ રચવામાં આવી જોઇએ.
15થી 20 લાખના ઉઘરાણામાં મુળ ચોઈલા પાસેના નરસિંહપુર (કપડવંજ) ગામના અને ચરોતરમાં શિક્ષકની નોકરી કરતા જ્યારે મૂળ જીતપુરના અને ધનસુરામાં રહેતા એક શિક્ષકનું નામ ચર્ચાની એરણે છે. મામા-ભાણેજ એવા આ બન્ને ભેજાબાજોએ પચાસથી વધુ ઉમેદવારો પાસેથી નોકરીએ લગાડવાના કરોડો ઉઘરાવ્યાની ચર્ચાઓ છે.
પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી
જે તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. તેમજ પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ આચરવામાં આવી હતી. જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. તથા 2021માં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી.
કુલ 57 સસ્પેન્ડ થયા હતા. ચાર્જશીટ જાહેર કરતા નથી. ઘણાએ કબૂલાત કરી 16 લાખ લીધા હતા. કૌભાંડીઓના પૈસા ગયા, નોકરી ગઈ, આબરુ ગઈ છે. કેટલાંક આત્મહત્યા કરવા તૈયાર થાય છે. કાંડ દબાવી દેવા સુરત ક્રાઈમ બ્રાંચે 5 લાખ માંગ્યા હતા.
500 લોકોની ભરતી કરાઈ હતી. આ કૌભાંડમાં ભાજપની સરકાર એજન્ટને પકડતા નથી.
ગુજરાતે ફેબ્રુઆરી 2023માં સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક માટે એક બિલ પસાર કર્યું હતું. આ કાયદો પેપર લીકના ‘સંગઠિત ગુના’ માટે મહત્તમ 10 વર્ષની કેદ અને ઓછામાં ઓછા રૂ. 1 કરોડની જોગવાઈ કરે છે. ગૃહમાં બિલ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કબૂલ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 11 વર્ષમાં પેપર લીકના 11 કેસ નોંધાયા છે. તેના પરિણામ સ્વરૂપે 201 આરોપીઓ વિરુદ્ધ 11 કેસ નોંધાયા અને 10 કેસમાં આરોપનામું દાખલ કર્યું.
વિદ્યુત સહાયક – જિલ્લો
- રાયસિંહ બારડ ચોરવાડ
- રમેશ બાની બાંટવા
- રૂપલ મારુ લાલપુર
- મારખી મારુ ધોરાજી
- દિપક કંડોરીયા ધોરાજી
- વિશાલ ગલ ભાયાવદર
- પ્રકાશ નંદાણીયા જામજોધપુર
- ચેતનાબેન કંડોરીયા કુતિયાણા
- રવિ સોલંકી ભાયાવદર
- ભગવતી ડોડીયા દસાડા
- અબ્દુલ સમદ ઠાકોર બોટાદ
- તુષાર પ્રજાપતિ સામખીયાળી
- હેમાંગી પરમાર બરવાળા
- સંપૂર્ણ પટેલ પીપળીયા
- મનન સિંધવ દસાડા
- વિજય ડાભલા રાણપુર
- સોનલ પ્રજાપતિ સાયલા
- ગોપી જાદવ સુરેન્દ્રનગર
- સવદાસ કેશવાલા વેરાડ
- પદમાજી રબારી દેશલપર
- અર્પિત પટેલ સાયલા
- પુષ્પરાજ સિંહ રાણા સુરેન્દ્રનગર
- હાર્દિક રાઠોડ ગાંધીધામ
- ઉન્નતી જોષી ભચાઉ
- બિપિન પટેલ પાળીયાદ
- સતીશ પટેલ પાળીયાદ
- મિતેશ પટેલ બોટાદ
- પ્રવીણ વાઢેર દસાડા
- મિત્તલ ચૌધરી ભુજ
- સંજય રાઠોડ ચરાડવા