5G ટેસ્ટિંગ અંગે હાઇકોર્ટમાં અરજી કરવી અભિનેત્રી જુહી ચાવલાને ભારે પડી ગઇ છે. જૂહી ચાવલા તરફથી દિલ્હી હાઈકોર્ટમાં મોબાઇલ ફોનની 5જી ટેક્નોલોજીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી રદ્દ થઈ ગઈ છે. ઉપરાંત કોર્ટે 20 લાખ રૂપિયાનો તોતિંગ દંડ પણ ફટકાર્યો છે.
જસ્ટિસ જેઆર મિધાની પીઠે આ મામલામાં પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, અરજીકર્તાએ પૂરી કોર્ટ ફી જમા કરાવી નથી જે દોઢ લાખથી ઉપર છે. તેને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, આ અરજી લીગલ એડવાઇઝ પર આધારિત હતી, જેમાં કોઈ તથ્ય રાખવામાં આવ્યા નથી. અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો. આ વાત તેનાથી સ્પષ્ટ થાય છે કે તેમણે કોર્ટની કાર્યવાહીની વીડિયો લિંક પોતાના ફેન્સ સાથે શેર કરી.
અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરુદ્ધ સોમવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને નાગરિકો, જાનવરો, વનસ્પતિઓ અને જીવો પર વિકિરણના પ્રભાવ સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો. મામલો સુનાવણી માટે ન્યૂયમૂર્તિ સી હરિશંકરની પાસે આવ્યો, જેણે આ અરજી બે જૂને સુનાવણી માટે બીજી પીઠ સમક્ષ સ્થાણાંતરિત કરી દીધી હતી.