આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ચાના બગીચામાં ઝેરી દારૂ પીવાથી 66 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય ઘણાં લોકોની સ્થિતિ ગંભીર છે જેમને ગોલાધાટ સિવિલ હોસ્પિટલમાં અને જોરહાટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મરનાર લોકોનાં આંકડા વધવાની શક્યતા છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે સલમારા ચાનાં બગીચામાં થઇ હતી. જ્યાં કાચો દારૂ પીવાથી ચાર મહિલાઓની મોત થઇ ગઇ હતી. જે પછી મૃતકોનો આંકડો વધતો વધતો 66 સુધી પહોંચી ગયો છે.
ભાજપના ધારાસભ્ય મૃનાલ સાઇકિઆએ જણાવ્યું હતું કે ગુરૂવાર રાતે સલમારા ટી ગાર્ડનમાં કામ કરતા 100થી વધુ મજૂરોએ ઝેરી દારૂ ગટગટાવ્યો હતો. આ તમામ લોકોએ એક જ વ્યકિત પાસેથી દારૂ ખરીદ્યો હતો.