લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે 7 રાજ્યોની કુલ 59 બેઠકો પર મતદાન શરૂ છે. 59 બેઠકો પર કુલ 979 ઉમેદવારો મેદાનમાં છે. જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યુ છે તેમાં ઉત્તર પ્રદેશની 14 બેઠકો. મધ્ય પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની 8-8 બેઠકો. ઝારખંડની 4 બેઠકો ઉપરાંત હરિયાણાની તમામ 10 બેઠકો અને દિલ્હીની તમામ 7 બેઠકોનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કામાં કુલ 10.16 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 12 વાગ્યા સુધીમાં સૌથી વધારે બંગાળમાં મતદાન થયુ છે. આ તબક્કામાં 979 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે 1.13 લાખ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. ભાજપ અને તેના સાથી પક્ષો માટે છઠ્ઠો તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યાં મતદાન થવાનું છે તે 59 બેઠકો પર વર્ષ 2014માં એનડીએએ 46 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કે યુપીએને ફક્ત 2 બેઠકો અને અપક્ષોને 11 બેઠકો મળી હતી. ચૂંટણી પંચ દ્વારા છઠ્ઠા તબક્કાના મતદાનને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
