કોંગ્રેસ પૂર્વ નેતા સજ્જન કુમારે 1984 ના શીખ-વિરોધી રમખાણો સંબંધિત કેસમાં આજે સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું, કોર્ટે તેમને આજીવન કારાવાસની સજા ફટકારેલી છે. દિલ્હી હાઇકોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સજ્જન કુમારને શરણે થવા માટે 31 ડિસેમ્બર સુધીની સમય મર્યાદા આપી હતી. સજ્જનકુમારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અદિતિ ગર્ગ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને તેમને મન્ડોલી જેલ મોકલી આપવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે 17મી ડિસેમ્બરે 1984ના શિખ વિરોધી રમખાણ મામલે ચૂકાદો આપી તમામ દોષીઓને 31મી ડિસેમ્બર સુધી આત્મસમર્પણ કરવાની મહેતલ આપી હતી. પૂર્વ પાર્ષદ બલવાન ખોખીયાર, નૌસેના સેવા-નિવૃત્ત અધિકારી કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ સહિતના આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. કોર્ટે સજ્જન કુમારને આત્મસમપર્ણ માટે વધુ સમય આપવાની અરજીને 21મી ડિસેમ્બરે ફગાવી દીધી હતી. ત્યાર બાદ આજીવન કેદની સજાના ચૂકાદાને સજ્જન કુમારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સજ્જન કુમારને નવી દિલ્હીમાં 1984માં થયેલા રમખાણ અંગો કસુરવાર ઠેરવવામાં આવ્યા હતા. 1982માં પહેલી અને બીજી નવેમ્બરે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીની પાલમ કોલોનીનાં રાજ નગર-વિભાગ-1માં શિખ પરિવારના પાંચ લોકોની હત્યા કરવા અને રાજનગર-2ના ગુરુદ્વારમાં આગ લગાડવાના ગુનામાં સજા સંભળવવામાં આવી હતી. તત્તકાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની તેમના શિખ અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં શિખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં કહ્યું હતું કે 1984ના રમખાણ દરમિયાન 2700 કરતાં પણ વધારે શિખોની દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી. આ એક ન કલ્પી શકાય તેવું માનવસંહાર હતું.