કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ ઘોષણા કરી છે કે સરકારે શિક્ષક પાત્રતા પરીક્ષા યોગ્યતા સર્ટિફિકેટ (TET Certificate) ની માન્યતાનો સમયગાળો 7 વર્ષથી વધારીને આજીવન કરવાનો નિર્ણય લીધો છે. પોખરિયાલે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે રોજગારનો અવસર વધારવાના દિશામાં એક સકારાત્મક પગલું હશે. શિક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ નિર્ણય 10 વર્ષ પહેલથી લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે 2011 બાદ જે પણ પ્રમાણ પત્રોની માન્યતા પૂરી થઇ ગઇ છે, તે પણ શિક્ષક ભરતી પરીક્ષાઓ માટે યોગ્ય હશે.શિક્ષણ મંત્રી (Education Minister Ramesh Pokhriyal Nishank)એ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ અને સંબંધિત રાજ્ય સરકારો તે ઉમેદવારોને નવા ટીઇટી સર્ટિફિકેટ જારી કરવા માટે જરૂરી કાર્યવાહી કરશે જેની 7 વર્ષની અવધિ પહેલા જ સમાપ્ત થઇ ચુકી છે. જણાવી દઇએ કે શિક્ષક પાત્રતા પરીક્ષા (Teacher Eligibility Certificate) એક વ્યક્તિ માટે સ્કૂલોમાં શિક્ષક રૂપે નિયુક્તિ માટે પાત્ર હોવા માટે જરૂરી યોગ્યતાઓમાંથી એક છે.
