કોરોના વાયરસનો નામ સાંભળતા જ લોકોના મનમાં મોતના આંકડાઓ સામે આવી જાય છે. જયારે ચીનના જેકીયાંગમાં નોવેલ કોરોના વાયરસથી પીડિત મહિલાએ એક સવસ્થ બાળકને જન્મ આપતા લોકોમાં ખુશી જોવા મળી હતી અને કોરાના વાયરસ આ માં ની મમતા સામે હારી ગયો હોય તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી હતી.
સ્વસ્થ બાળકને જન્મ આપવાની ખબર પછી સોશિયલ મીડિયામાં આ ખબર વાયુ વેગ પ્રસરી જવા લાગી હતી. ચીનના રાજ્ય મીડિયા ક્ષેત્રે સિંહુઆએ તેની એક વીડિયો ક્લિપ ટ્વિટ કરી છે અને તેની સાથે કેપ્શન આપ્યું છે, ‘લકી બેબી’
નોવેલ કોરોના વાયરસ ન્યુમોનિયાથી સંક્રમિત મહિલાએ ચીનના ઝેજિયાંગમાં ચેપ વિના એક છોકરાને જન્મ આપ્યો હતો. આ સાથે હેશટેગે ટ્રેન્ડી સામે લડવાનું શરૂ કર્યું અને લોકોએ બાળકની માતાની ખૂબ પ્રશંસા કરી હતી.
નવજાત કોરોના વાયરસને લઈ તપાસમાં નેગેટિંવ રિપોર્ટ આવ્યો હતો જેથી તેને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. હંગઝોઉના ઝેજિયાંગ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનની ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં થોડા દિવસોમાં તેની ફરીથી તપાસ કરવામાં આવશે.