‘ગુજરાત આત્મનિર્ભર સહાય યોજના’ હેઠળ લોકોએ સસ્તા દરે લોન મેળવવા માટે હવે આધારકાર્ડ મરજીયાત કરવામાં આવ્યું છે. આધાર કાર્ડ સિવાય પાન કાર્ડ અને રેશનકાર્ડ હોય તો પણ માન્ય રહેશે. લોકડાઉન દરમિયાન નાના વેપારીઓ, મધ્યમ વર્ગના લોકો, મજૂરો અને ખેડૂતોને જે નાણાકીય નુકસાન ગયુ છે, તેની સામે મદદ માટે રાજ્ય સરકારે ‘ગુજરાત આત્મનિર્ભર સહાય યોજના’ બહાર પાડેલી છે. આ યોજના હેઠળ સસ્તા દરે લોન મેળવવા માટે લોકો અરજી કરે છે, તેમની પાસે આધાર કાર્ડ ફરજીયાત માગવામાં આવે છે. આ બાબતની સામે થયેલી અરજીમાં હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
રાજ્ય સરકારની રજૂઆત હતી કે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૨૬૦૦ લાભાર્થીઓએ લાભ લીધો છે. આ લોન માટે આધાર કાર્ડ આપવુ ફરજીયાત નથી. જો કોઈ, નોડલ એજન્સી ફરજીયાત આધારકાર્ડ માગે તો ધ્યાન દોરો, તેમની સામે પગલા લેવાશે.