સરકારે ટ્રાફિકના નિયમોને (Traffic Rules) લઈને સતત ફેરફાર કરી રહી છે. તાજેતરમાં નવા મોટર વ્હીકલ એક્ટના લાગુ થયા બાદ આજે એટલે કે 1 ઓક્ટોબરથી તમારા ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving Licence) અને RC બુકમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ નિયમ આજથી સમગ્ર દેશમાં એકસાથે લાગુ થવા જઈ રહ્યો છે.
શું છે સમસ્યા?
અત્યાર સુધી તમામ રાજ્યમાં ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી બુકનું ફોર્મેટ અલગ-અલગ હતું, જેનાથી અનેક જાણકારી અલગ-અલગ પાનાઓ પર આવતી હતી. જો કે હવે આ નવો નિયમ લાગુ થયા બાદ સમગ્ર દેશમાં એક જેવા ડ્રાઈવિંગ લાઈસન્સ અને RC બુક હશે. જણાવી દઈએ કે, આ મામલે સરકારે થોડા સમય પહેલા જ નોટિફિકેશન જાહેર કર્યું હતું.
ડ્રાઈવિંગ લાઈસન્સમાં શું હશે ખાસ?
આ સ્માર્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ અને RC બુકમાં માઈક્રોચિપ અને ક્યૂઆર કોડ (QR Code) આવશે. જેની પ્રિન્ટિંગ એકજેવી જ હશે. અત્યાર સુધી દરેક રાજ્ય પ્રમાણે, ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) અને આરસી બુક અલગ-અલગ આવતી હતી. નવા પરિવર્તન બાદ ડ્રાઈવિંગ લાઈસન્સ અને ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેશનને લઈને કોઈ કંન્ફ્યુઝન નહીં થાય.
વિગતો નહી છૂપાઈ શકો!
આ સ્માર્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી બુકમાં માઈક્રો ચિપ અને ક્યુઆર કૉડ હોવાના કારણે પહેલા કરવામાં આવેલા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘનની વિગતો છુપાવવી લગભગ અશક્ય બનશે. આ QR કોડ મારફતે કેન્દ્રીય ઓનલાઈન ડેટાબેસ દ્વારા ડ્રાઈવર અથવા વાહનના જૂના રેકોર્ટને એક ડિવાઈસની મદદથી જોઈ શકાશે. ટ્રાફિક પોલીસ પાસે રહેલ ડિવાઈસમાં કાર્ડ નાંખતા જ QR કોડને સ્કેન કરતા જ ગાડી અને ડ્રાઈવરની તમામ વિગતો મળી જશે.