કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરથી જ ટૉલ પ્લાઝા પર ફાસ્ટૈગ ફરજિયાત કર્યો હતો, પરંતુ મોટાભાગના વાહન માલિકોએ ફાસ્ટૈગ નહતો બનાવ્યો. આથી ફાસ્ટૈગ બનાવવા માટે 15 જાન્યુઆરી સુધી મુદ્દત આપી હતી, જે બુધવારે રાત્રે 12 વાગ્યે સમાપ્ત થઈ ગઈ હતી. જે બાદ ટોલ પ્લાઝા પર રોકડની માત્ર એક-એક લાઈન જ રહી જશે.
જે બાદ ફાસ્ટેગ વિનાના વાહનો ફાસ્ટેગની લાઈનમાં ઘૂસી જાય છે, તો તેમને બેવડો દંડ ફટકારવામાં આવશે. શરૂઆતમાં મોટાભાગના વાહનો પર ફાસ્ટેગ નહતો લગાવામાં આવ્યો, જેને પગલે રોકડની લાઈનમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. જેને પગલે અમુક ઠેકાણે અમુક ટોલ પ્લાઝા પર રોકડની બે-બે લાઈનો કરવામાં આવી હતી.
15 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યાથી રોકડ માટેની એક જ લાઈન રહી જશે. જેના કારણે લોકો પોતાના વાહનો પર ફાસ્ટોગ લગાવી રહ્યાં છે. ફાસ્ટેગથી ટોલ આપવા પર વાહન માલિકોને 2.5 ટકા કેશબેક મળશે આ સાથે તેમનું પેટ્રોલ અને સમય પણ બચશે. આ ઉપરાંત રોકડની ઝંઝટમાંથી મુક્તિ મળશે.