આજે એટલે કે 1 નવેમ્બરથી એવો બદલાવ થઈ રહ્યો છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાનો છે. આજથી SBI બેન્કના ડિપોઝીટ રેટ બદલાઈ રહ્યા છે.ય આ ઉપરાંત મહારાષ્ટ્રમાં બેંકનો ખુલવાનો સમય પણ આજથી બદલાઈ રહ્યો છે, તો ચાલો જાણીએ આજથી એવા ક્યાં નિયમો બદલાઈ રહ્યા છે.
SBIના વ્યાજ દરોમાં ઘટાડો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અર્થ વ્યવસ્થામાં લિક્વિડિટીને જોતા બેંક ડિપોઝીટ અને ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ ઘટાડ્યો છે. હવે 1 લાખ રૂપિયા સુધીની બેંક ડિપોઝીટ પર 3.50 ટકાની જગ્યાએ 3.25 ટકા વ્યાજ મળશે. આ નવા વ્યાજ દરો આજથી લાગુ થઈ જશે.
SBIએ બેંક ડિપોઝીટ ઉપરાંત ટર્મ ડિપોઝીટ અને બલ્ક ડિપોઝીટ પર પણ વ્યાજદરો ક્રમશ: 10 બેસિસ પોઈન્ટ અને 30 બેસિસ પોઈન્ટ ઘટાડી છે. આ નવા દરો એકથી બે વર્ષ સુધીની ટર્મ ડિપોઝીટ પર લાગુ થશે.
FD પર વ્યાજ દરો ઘટાડવા ઉપરાંત SBIએ છઠ્ઠી વખત નાણાંકિય વર્ષ 2019-20 માટે MCLR ઘટાડ્યો છે. એટલે કે, હવે SBIની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરે લોન મેળવવી સસ્તી થઈ જશે. હવે નવા દરો પ્રમાણે, MCLR દર 10 ઓક્ટોબરથી 8.05 ટકા થઈ ગયા છે.
SBIએ વ્યાજ દરોમાં 10 બેસિસ પોઈન્ટનો કાપ મૂક્યો છે. દિવાળી પહેલા વ્યાજ દરોમાં કાપ મૂકીને SBIના લાખો બેંક ગ્રાહકોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસની આગેવાનીમાં RBIની મોનિટરી પોલિસીની બેંઠકમાં રેપોરેટમાં કાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
બેંકોનું નવું ટાઈમ ટેબલ
મહારાષ્ટ્રમાં પબ્લિક સેક્ટર બેંકનું નવુ ટાઈમ ટેબલ આજથી અમલમાં આવશે. હવે અહીંની તમામ બેંકો એક જ સમય પર ખુલશે અને બંધ થશે. બેંકનો સમય સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં બેંકોનું નવું ટાઈમ ટેબલ બેંકર્સ કમિટીએ નક્કી કર્યું છે, જેને આજથી લાગુ કરવામાં આવશે.
ઉદ્યોગપતિ-વેપારીઓને ચૂકવણીના નિયમોમાં ફેરફાર
દેશના કરોડ ઉદ્યોગપતિ અને વેપારીઓ માટે આજથી એક નિયમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નાણાંમંત્રાલયે 1 નવેમ્બરથી પેમેન્ટ લેવા માટેના નિર્ણયોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત વેપારીઓને હવે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવું અનિવાર્ય છે. જેમાં ગ્રાહક અથવા વેપારી પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે કોઈ પણ ચરાજ કે મરચન્ટ ડિસ્કાઉન્ટ રેડ વસૂલવામાં નહી આવે. નવા નિયમ પ્રમાણે, 50 કરોડ રૂપિયાથી વધારે ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ ઉપર જ આ નિયમ લાગૂ થશે. નવા નિયમમાં વેપારીઓને ઈલેક્ટ્રોનિક મોડથી પેમેન્ટ સ્વીકારવા પર હવે કોઈ ચાર્જ આપવો નહીં પડે.
LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર
સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. નવેમ્બર મહિનાના પ્થમ દિવસે HPCL, BPCL અને IO તરફથી જાહેર કરવામાં આવેલ નવા રેટમાં ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર (14.2 કિલો)નો ભાવ 76.5 રૂપિયા વધારવામાં આવ્યો છે. આ સતત ત્રીજો મહિનો છે, જ્યારે LPGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોય. ઓક્ટોબરમાં ઘરેલુ ગેસની કિંમત 605 રુપિયા હતી, જે હવે વધીને 681.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છ