દિલ્હીમાં સરકાર ચલાવી રહેલી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. આમ આદમી પાર્ટીએ અર્થ વ્યવસ્થાથી લઈને એનઆરસી જેવા મુદ્દા પર કેન્દ્રની મોદી સરકારનો ઘેરાવ કર્યો છે. આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યુ કે, દેશમાં મંદી પગ પસારી રહી છે અને ચર્ચા મંદીર-મસ્જીદ અને જાતીઓ પર થઈ રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથે થોડા દિવસ પહેલા જ પોતાના રાજ્યમાં આસમની જેમ NRC લાગૂ કરવાની વાત કરી છે. તેના પર આપે કહ્યુ કે, ‘તમે આસમના મૂળ નિવાસીને વિદેશી જાહેર કર્યા છે અને હવે કહી રહ્યા છો કે યુપીમાં પણ એનઆરસી લાવશે, મજાક બનાવીને રાખ્યો છે. દેશમાં ભુખમરી જેવા હાલાત છે અને ભાજપ 19 લાખ લોકો માટે ‘કોલોની’ બનાવીને તેમના રહેવાની અને ખોરાકની સગવડ કરી રહી છે તે પણ સામાન્ય લોકોના ટેક્સના પૈસાથી.’
NRCમાંથી બહાર થયેલા લોકો માટે બની રહ્યો છે દેશનો પ્રથમ ડિટેન્શન સેન્ટર
સંજય સિંહ જેને ‘કોલોની’ બતાવી રહ્યા છે તે આસામમાં બનાવવામાં આવી રહેલો ડિટેન્શન સેન્ટર એક કેદખાનું છે. તેમાં એનઆરસીથી બહાર કરવામાં આવેલા લોકોને રાખવામાં આવશે. ગેર કાયદેસર પ્રવાસીઓ માટે આ દેશનો પ્રથમ ડિટેન્શન સેન્ટર હશે. મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, આ ડિટેન્શન સેન્ટરની સાઈઝ 7 ફુટબોલના મેદાનો જેટલી હશે. એનઆરસીની છેલ્લી યાદીમાં આસામના 19 લાખથી વધારે લોકોનું નામ શામેલ કરવામાં નથી આવ્યુ.રાજ્યના ગોલપાડામાં બની રહેલા આ ડિટેન્શન સેન્ટરમાં લગભગ 3000 લોકોને રાખી શકાય છે.
મળતી માહિતી અનુસાર, ડિસેમ્બર સુધી આ ડિટેન્શન સેન્ટર બનીને તૈયાર થઈ જશે. સંજય સિંહે તેના પર કહ્યુ કે, દેશના લોકો પાસે નોકરી નથી અને બીજી તરફ સરકાર 19 લાખ લોકોને દેશના નાગરિકોના ટેક્સના રૂપિયાથી અટકાયત કરીને રહેવાની તથા ખાવાની વ્યવસ્થા કરી રહી છે. તેમણે સીએમ યોગીએ એનઆરસી મુદ્દે જે નિવેદન આપ્યુ છે તેની પણ નિંદા કરી છે.
યોગી સરકારના 30 મહિના પૂર્ણ થવા પર આપનું કહેવું છે કે, રાજ્યમાં 8થી 10 વર્ષના બાળકો પર બળાત્કાર થઈ રહ્યો છે અને એન્કાઉન્ટરથી લઈને લૂટ-ઝડપ તથા હત્યાના સમાચારો દરરોજ આવે છે. સંજય સિંહે કહ્યુ કે, ‘ઓગસ્ટ મહિનામાં તો બાળકો મરે છે.’ જેવા સંવેદનશીલ નિવેદન વાળા રાજ્યના મુખ્યમંત્રી યોગી ખુશ કઇ રીતે થઈ શકે છે. તેમણે કહ્યુ કે, યોગી બાબાનો નારો છે ‘નમક રોટી ખિલાયેંગે-મંદિર વહીં બનાયેંગે’