દરેક મનુષ્યનું એક સપનું હોય છે કે, તેનું પોતાનું એક સુંદર ઘર હોય, પરંતુ તાજેતરમાં આવેલા એક રિપોર્ટે તેના સપના પર પાણી ફેરવ્યું છે. હકીકતમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો કે, 63 બિલિયન ડૉલરના હાઉસિંગ પ્રોજેક્ટ અટકાયા છે. જે દેશની અર્થ વ્યવસ્થા માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ શકે છે. એનારોક પ્રોપર્ટ કન્સલન્ટન્ટના એક રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે, નાણાં આપનાર કંપનીઓએ નવી લોન આપવાનું બંધ કરી દીધુ છે. જેના પગલે હાઉસિંગ પ્રોજેક્ટ વચ્ચે અટકી પડ્યા છે. દેશમાં પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નવી મુસિબત ઉભી થઈ છે.
ઈકોનોમિક ટાઈમ્સની ખબર અનુસાર, રેડિયસ ડેવલોપર્સના COO આશિષ શાહે જણાવ્યું કે, દેશમાં બેંકિગ સેક્ટરમાં આવેલ મંદીને પગલે રિયલ એસ્ટેટ વિસ્તારમાં પણ વિપરીત અસર વર્તાઈ છે. શાહના જણાવ્યા અનુસાર, આ સમય ખુબ જ ખાસ છે, કારણ કે મંદી રિયલ એસ્ટેટને ખરાબ રીતે પ્રભાવિક કરી રહ્યું છે.