મોદી સરકારનો પૂરતો પ્રયત્ન છે કે જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ ઝડપથી શાંતિ અને સામાન્ય જીવન રાબેતા મુજબ શરુ થઇ જાય. આ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ કાશ્મીર ઘાટીમાં ઝડપથી શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર સરકાર એક મોટો પ્લાન તૈયાર કરી રહી છે.
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યા બાદ મોદી સરકાર સતત કાશ્મીર ઘાટીમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ મોદી સરકાર આ સ્થિતિ સામાન્ય કરવા માટે એક મોટો પ્લાન લાગુ કરવા માટે જઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં આઈએએસ અને કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના અધિકારી, આર્ટિકલ 370 હટાવવાથી થનારા ફાયદાથી જાણકારી ઓછામાં ઓછા 20 લોકો સુધી પહોંચાડશે.આ સિવાય કલમ-370 હટાવ્યા બાદ પરિસ્થિતમાં શું શું સુધારા થયા તેનો પણ હિસાબ પરિવારોને આપવામાં આવશે. આ ફાયદાઓને જણાવવા માટે સરકાર ટીવી,રેડિયો અને અન્ય માધ્યમોથી પ્રચાર પ્રસારનો સહારો લેશે
એટલું જ નહિ દરેક તબક્કાની જાણકારી આપવામાં આવશે સાથે જ તેમની આ યોજનાને વધુ સફળ અને ઝડપી બનાવવા માટે ધ્યાન આપવામાં આવશે. કાશ્મીરના અધિકારીઓ અને ત્યાં નિયુક્ત આઈએસ અધિકારીઓ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને પ્રયત્નો કરવામાં આવશે કે જલ્દીમાં જલ્દી તેમનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે.
આ સિવાય અહીંયા ઉદ્યોગોને વધારવા માટે 12થી 14 ઓક્ટોબરમાં શ્રીનગર ખાતે ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત મોટા મોટા ઉદ્યોગપતિઓને કાશ્મીરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.