ગુજરાતમાં 2002 માં થયેલા રમખાણો (ગોધરાની ઘટના) બાદ સમગ્ર ગુજરાત સહીત દેશના અનેક ભાગોમાં હિંસાની ઘટના ફાટી નીકળી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો અનેક લોકોએ પોતાના સ્નેહી જન ગુમાવ્યા હતા. આ ઘટનાને પગેલ સમગ્ર દેશની સાથે સાથે નાના નાના શહેરો પણ હિંસાની ચપેટમાં આવ્યા હતા. જેમાં ગુજરાતના પાટણ જીલ્લામાં પણ હિંસા ની ઘટના બની હતી, અને જેમાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
પાટણના 3 દરવાજા, ગોળશરીમાં આગ લગાવી પહોંચાડવા બાબતે જેતે સમયે ૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અને જાહેર સંપત્તિને નુકશાન કરવા બાબતે તેમની વિરુદ્ધ કેસ ચાલ્યો હતો. જેમાં આ ઘટનાના ૧૮ વર્ષ બાદ આ નવ આરોપીઓને કોર્ટ દ્વારા દોષમુક્ત છોડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઘટનાના ૧૮ વર્ષ બાદ ન્યાયમૂર્તિ નાણાવટી-મહેતા આયોગના અહેવાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાહત મળી છે. 11 ડિસેમ્બરે ૨૦૧૯ ગુજરાત વિધાનસભામાં આ અહેવાલ રજૂ કરાયો હતો. આમાં પીએમ મોદીને ક્લિનચીટ આપવામાં આવી હતી.
તો સાથે સાથે કમિશનના રિપોર્ટમાં પીએમ મોદી સાથે તત્કાલીન પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટને પણ રાહત આપવામાં આવી છે.