આ કૌભાંડમાં વેપારી આરોપી રાજીવ સક્સેનાને સંયુક્ત અરબ અમીરાતની દુબઇ ખાતે ધરપકડ કરવામાં આવી હતી.
ભારત પહોંચતા જ ઇડીએ રાજીવ સકસેના અને દીપક તલવાની ધરપકડ કરી લીધી છે. આ મામલે ધરપકડ કરાયેલા ક્રિશ્ચિયન મિશલ બાદ આ પ્રકારની બીજી કાર્યવાહી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે લોબિસ્ટિક દીપક તલવાર દુબઇ ભાગી ગયો હતો.
રાજીવ સકસેના સિવાય મની લોન્ડ્રીંગના આરોપી દીપક તલવારને પણ ભારત લાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં સંયુક્ત અરબ અમીરાતની સરકારે પ્રત્યાર્પણ દ્વારા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલને ભારતને સોંપ્યો હતો.
ક્રિશ્ચિયન મિશેલે 3,600 કરોડ રૂપિયાના વીવીઆઇપી ચોપર ડીલમાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી. ઇડીએ ડિસેમ્બરમાં દુબઇના રાજીવ સકસેનાની જમાનત અરજીના જવાબમાં ભારતની કોર્ટમાં હાજર કરવા માટે અપીલ કરી હતી.
જેનું મુખ્ય કારણ હતું કે વારંવાર સમન્સ પાઠવવા છતા રાજીવ સકસેના આ કેસમાં પૂછપરછ માટે ઉપસ્થિત થયા નહોતા. ઉલ્લેખનીય છે કે વારંવાર સમન્સ પાઠવા છતા પૂછપરછ માટે સામેલ નહીં થવા પરત ગત 6 ઓક્ટોબરના રોજ કોર્ટે રાજીવ સકસેના વિરુધ્ધ ગેરજમાનત વોરંટ ઇશ્યુ કર્યું હતું.