દિલ્હીની ઓલ ઇન્ડિયા મેડિકલ ઇંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)નો એક ડૉક્ટર આ વાયરસની ઝપટમાં આવી ગયો છે, તેણે અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉક્ટરના પરિવારની પણ તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હીના કેટલાક ડૉક્ટર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ડૉક્ટર સતત દર્દીઓની સારવાર કરી રહ્યા છે પરંતુ આ ભયાનક વાયરસની ઝપટમાં આવતા તે ખુદને બચાવી શક્યા નહતા.દિલ્હીમાં બુધવારે કોરોના વાયરસના વધુ 32 કેસ વધી ગયા છે, જેમાં 29 મરકજના છે. હવે પાટનગરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 152 થઇ ગઇ છે. દિલ્હીમાં હજુ 700 આશરે કોરોનાના શંકાસ્પદ કેસ છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ, પાટનગરમાં 152 સંક્રમિતોમાં 53 લોકો તે છે જે દક્ષિણી દિલ્હીના નિજામુદ્દીનમાં ગત મહિને આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા હતા. ગુરૂવારે પણ ઘણા લોકોનો રિપોર્ટ આવશે. તે બાદ કેસની સંખ્યા વધી શકે છે.