રાષ્ટપિતા મહાત્મા ગાંધીની જયંતી છે, ત્યારે આ અવસરે દુનિયાભરમાં સવારથી વિવાધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતની ટોપ વિમાન કંપની એર ઈન્ડિયા (AI)એ ગાંધી જયંતીની ઉજવણી આગવા અંદાજમાં કરી છે.
એર ઇન્ડિયાએ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરી છે. આ માટે એર ઇન્ડિયાએ એક અનોખી રીત અપનાવી છે. દેશની આ વિમાન કંપનીએ એરબસ A-320ની પાછળના ભાગ પર ગાંધીજીનું ચિત્ર બનાવીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. આ સાથેસોશ્યિલ મીડિયા પર #GandhiJayanti અને #GandhiAt150ના નામથી તેને પોસ્ટ પણ કર્યું છે.