પુલવામા હુમલા બાદ એર ઈન્ડિયાના મુંબઈ સ્થિત કંટ્રોલ સેન્ટરને પ્લેન હાઈજેક કરવાની મળેલી ધમકી બાદ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
દરેક એરલાઈન અને એરપોર્ટની સલામતીની જવાબદારી સંભાળનાર સીઆઈએસએફને સુરક્ષા માટે પગલા ભરવા માટે જવાબદારી સોંપી દેવામાં આવી છે.
આ આદેશ બાદ પ્લેનમાં મુસાફરી કરનારાઓનુ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.એરપોર્ટોના કાર પાર્કિગમાં પણ અવર જવર કરતા વાહનોની તલાશી લેવામાં આવી રહી છે.
સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે મુંબઈના એર ઈન્ડિયાના કંટ્રોલ સેન્ટર પર 23 ફેબ્રુઆરીએ નનામા ફોનથી આ ધમકી આપવામાં આવી હતી.