Air India plane crash: બ્લેક બોક્સમાંથી મળ્યો મહત્વપૂર્ણ ડેટા, તપાસે પકડ્યું વેગ
Air India plane crash: એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના પ્લેન ક્રેશ બાદ તપાસમાં હવે મોટો મોવમેન્ટ આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પુષ્ટિ કરી છે કે બંને બ્લેક બોક્સ – કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR)માંથી મહત્વપૂર્ણ ડેટા સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો છે. હવે ટેકનિકલ નિષ્ણાતો તેના વિશ્લેષણમાં વ્યસ્ત છે.
બ્લેક બોક્સમાંથી ખુલશે અકસ્માત પહેલા શું બન્યું?
આ દુર્ઘટના 13 જૂન, 2025ના રોજ થઈ હતી. ત્યારબાદ તરત જ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તપાસની ટીમ રચવામાં આવી. તેમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો, ATC અધિકારીઓ અને અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
બ્લેક બોક્સના પુનઃપ્રાપ્તિના તબક્કા:
- CVR (કોકપીટ વોઇસ રેકોર્ડર) 13 જૂને એક ઈમારતની છત પરથી મળ્યો હતો.
- FDR (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) 16 જૂને વિમાનના કાટમાળમાંથી મળી આવ્યો હતો.
- બંને બોક્સોને કડક સુરક્ષા અને CCTV દેખરેખ હેઠળ અમદાવાદમાં રાખવામાં આવ્યા હતા.
- 24 જૂને બંને બ્લેક બોક્સ ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા દિલ્હી લઈ જવાયા.
ડેટાનું વિશ્લેષણ શરૂ
24 જૂનથી AAIB અને NTSBના નિષ્ણાતોએ ડેટા રિકવર કરવાનો પ્રક્રિયા શરૂ કરી. 25 જૂને મેમરી મોડ્યુલમાંથી સફળતાપૂર્વક ડેટા ડાઉનલોડ થયો. હવે આ ડેટાનું ગહન વિશ્લેષણ થઈ રહ્યું છે, જેનાથી જાણવા મળશે કે અકસ્માત પહેલાં કોકપીટમાં શું થઈ રહ્યું હતું – શું કોઈ ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ?
અગામી પગલાં શું?
તપાસ ભારતીય કાયદા અને આંતરરાષ્ટ્રીય વિમાનીય નિયમો મુજબ પારદર્શક રીતે આગળ વધે છે. બ્લેક બોક્સના ડેટા પરથી જ ખરેખર દુર્ઘટનાનું મૂળ કારણ બહાર આવશે – જેથી આવનારી ઉડાનો માટે વધુ સ્થીરતા અને સલામતી સુનિશ્ચિત થઈ શકે.