Bharti Airtel અને Vodafone Ideaએ પોતાના નેટવર્કથી બહાર જવાવાળી કોલ ઉપર રિંગ વાગવાનો ટાઈમ ઘટાડીને 25 સેકન્ડ કરી દીધો છે. બન્ને કંપનીઓએ આ નિર્ણય રિલાયંસ જિયો સાથે વધી રહેલા કોમ્પીટેશનના કારણે લીધો છે. આમ જોવા જઈએ તો કોલ આવતા સમયે ફોનની રિંગ 35થી 40 સેકન્ડ વાગે છે.

ટ્રાઈએ સમાધાન માટે વાત કરી હતી
બન્ને કંપની દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદેશ્ય કોલ સાથે જોડાયેલા રહેલા સમય અનુંસાર તેના પર લાગતા ઈન્ટરકનેક્ટ યુજ ચાર્જ (IUC) કોસ્ટને ઘટાડવાનો પણ છે. IUC ચાર્જ કોઈ એક નેટવર્ક તરફથી બીજા નેટવર્ક દ્વારા દેવામાં આવતી સેવા માટે દેવામાં આવે છે. એયરટેલે દેશભરમાં તેના પુરા નેટવર્ક પર રિંગનો સમય ઘટાડ્યો છે.
જ્યારે વોડાફોન-આઈડિયાએ કેટલાક વિસ્તારમાં જ તેને લાગુ કર્યો છે. તમને જણાવી દઈએ કે ટેલીકોમ રેગ્યુલેટરી ટ્રાઈએ ઈન્ટરકનેક્ટ ચાર્જના કેસમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા તેમણે અંદરો અંદર સમાધાન કરવા માટે જણાવ્યું હતું.