નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે રસી લઈ લીધા પછી પણ એ વ્યક્તિ અન્યને કોરોનાનો ચેપ લગાડી શકે છે, માટે સાવધાન રહેવું જરૃરી છે.આ સંસ્થાનના ઈમ્યુનોલોજિસ્ટ ડૉ. સત્યજીત રથે કહ્યું હતું કે વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જોઈએ. સંશોધનમાં જણાયું હતું કે રસી લેનારી વ્યક્તિને કોરોનાથી ખતરો ઘટી જાય છે. અથવા તો કોરોના થાય પછી ગંભીર સ્થિતિ મોટાભાગે આવતી નથી. એ વ્યક્તિ અન્યને ચેપ ચોક્કસ લગાડી શકે છે. વેક્સિન લઈ લેવાથી ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. રસી લીધા પછી પણ એ વ્યક્તિ બીજાને કોરોનાનો ચેપ લગાવી શકે છે.આ સંસ્થાના વિજ્ઞાાનીઓએ કહ્યું હતું કે વેક્સિન લીધા પછી પણ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સંશોધકોના કહેવા પ્રમાણે દેશભરમાં એવી ભૂલભરેલી માન્યતા છે કે વેક્સિન લીધા પછી એ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગતો નથી. બીજી ભૂલભરેલી માન્યતા એ છે કે વેક્સિન લીધા પછી એ વ્યક્તિથી બીજા કોઈને કોરોનાનો ચેપ લાગતો નથી. આ બંને ધારણાં જૂઠી છે.
