મોટા ભાગના લોકોને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવુ ખૂબ ગમતુ હોય છે. લોકો પોતાના સ્ટેટસમાં દિવસ દરમિયાન કરેલી પ્રવૃતિના ફોટાઓ અને વીડિયો અપલોડ કરતા હોય છે. ક્યાંય ફરવા ગયા કે, પછી કોઈ સેલિબ્રેશન હોય તુરંત ધડાધડ ફોટાઓ અને વીડિયો અપલોડ કરતા હોય છે. જો કે, ઘણી વાર આપણી આ ભૂલ આપણને ખૂબ ભારે પડે છે, તેનું અનુમાન પણ આપણને હોતુ નથી. હાલ જોઈએ તો, કોવિડ વૈક્સિનેશન લીધા બાદ લોકો સોશિયલ મીડિયા પર ફોટાઓ લગાવીને મિત્ર વર્તુળને જાણ કરતા હોય છે કે, જુઓ મેં પણ લીધી છે કોરોનાની રસી. જો કે, એક રીતે એ સારી બાબત છે, તેનાથી અન્ય લોકોને પ્રેરણા પણ મળે છે. કેમ કે, ઘણા લોકો તેનાથી ડરતા પણ હોય છે.જો કે, રસી લીધા બાદ આપને આપવામાં આવેલી સર્ટિફિકેટ સાથેના ફોટાઓ જો તમે પણ સોશિયલ મીડિયા પર શેર કરતા હોવ તો હવેથી બંધ કરી દેજો.
કેમ કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ આવુ કરવાની ના પાડી છે.કોવિડ વૈક્સીનેશન થયા બાદ આપવામાં આવતા સર્ટિફિકેટને કોઈ પણ સોશિયલ મીડિયા પર શેર નહીં કરવાની ભલામણ આપવામાં આવી છે. કારણ કે, તે એક લિગલ દસ્તાવેજ છે. જેમાં વેક્સિન લગાવ્યા બાદ વ્યક્તિનું નામ, તેની આઈડેંટિટી, તેનું રજીસ્ટ્રેશન આઈડી નોંધાયેલુ હોય છે. તેમાં વેક્સિન લગાવ્યાની તારીખ તથા અન્ય જાણકારી પણ તેમાં આપેલી છે. જે સોશિયલ મીડિયા પર શેર કરવાથી નુકસાન થઈ શકે છે.સાઈબર એક્સપર્ટ આકાશના જણાવ્યા અનુસાર હાલમાં અત્યારે એવા કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં કોવિડ વેક્સિન લીધા બાદ આપવામાં આવતા સર્ટિફિકેટનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, ભારતમાં આ કિસ્સોમાં કોઈની ધરપકડ થઈ નથી, પણ જો અમેરિકા જેવા દેશોમાં તેનો ઉપયોગ કરીને તમારી પર્સનલ જાણકારી મેળવી શકે છે. તેનાથી લોકો નકલી ક્રેડિટ કાર્ડ પણ બનાવી લેતા હોય છે, એ પણ તમારી જાણ બહાર. ત્યારે હવે તમે વિચારો કે, જો તમારી પાસે અથવા તો તમારા કોઈ ઓળખીતાની પાસે જો નકલી સર્ટિફિકેટ હોય તો તે પણ ઓછુ ખતરનાક તો નથી જ. સાવધાન રહો.