રંગીલા રાજકોટમાં એક ખૂબ જ વિચિત્ર આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. આજકાલ ઓનલાઈન ગેમ એ સામાન્ય વાત બની ગઈ છે હરકોઈ પોતના મોબાઈલમાં ગેમ રમી શકે છે એવામાં ઓનલાઈન પોકરગેમ માં લાખો રૂપિયા હારી જવાથી એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર રાજકોટમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. રાજકોટના આ યુવાન ને ઓનલાઇન ગેમનું ઘેલું લાગ્યું હતું અને આ ઓનલાઈન ગેમ માં 75 લાખ રૂપિયા હારી જવાના કારણે તેને આત્મહત્યા કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ અંબિકા ટાઉનશિપ ખાતે 39 વર્ષીય કુનાલ તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. ગત ગુરુવારે વહેલી સવારે મોટા મહુવા પાસેના એક કૂવામાંથી તેની લાશ મળી આવી હતી.
મૃત્યુ પહેલા કુણાલ મહેતાએ સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે પોતે ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો છે અને એટલે તે આવું હિન પગલુ ભરી રહ્યો છે. કૃણાલ ની સ્યૂસાઇડ નોટ પોલીસને મળી આવી હતી જેના આધારે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.