દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. એક્ટિવ કેસોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. કોહરામ મચાવી રહેલી આ લહેર વચ્ચે આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ ડરાવી દે તેવી આગાહી કરી છે. ભારતમાં 15 મે સુધી 50 લાખ એક્ટિવ કેસ હશે. આઈઆઈટીના મેથેમેટિકલ મોડલ અનુસાર, 14-18 મેની વચ્ચે બીજા લહરની પીક આવશે. જે સમયે એક્ટિવ કેસ 38-48 લાખ સુધી જઈ શકે છે. 4-8 મે દરમિયાન રોજના ચેપનો આંકડો 4.4 લાખ સુધી પહોંચી શકે છે. ઇન્ડિયન ઇંસ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી કાનપુર અને હૈદરાબાદે સૂત્ર મોડેલના આધારે એક્ટિવ કેસોમાં વધારો થવાની ચિંતા દર્શાવી છે.
રવિવારના રોજ અગ્રવાલે ટ્વિટર થ્રેડમાં નવા કોવિડ કેસોના પીક વિશેની માહિતી આપી હતી. તેમણે લખ્યું, ‘પીકનો સમય: 14-18 મેની સમયગાળો ગણાવ્યો છે. પીક સમયે દેશમાં 38થી 48 લાખ કેસો હશે. અને દરરોજના કેસોની સંખ્યા 3.40 લાખખી 4.40 લાખ સુધી પહોંચી જશે. અત્યારસુધીમાં અપ્રકાશિત સ્ટડીમાં કહેવાયું છે કે સૂત્ર મોડેલમાં ઘણી પ્રકારની વિશેષતાઓ છે. ભારત હાલ કોરોનાની બીજી ઘાતક લહેરનો સામનો કરી રહ્યો છે. દરરોજ દેશમાં કોરોનાના રેકોર્ડ બ્રેક નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં સોમવારે કોરોનાના કુલ 3.54 લાખ નવા કેસ સામે આવ્યા હતા જે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ગત 24 કલાકમાં 3 લાખ 54 હજાર 653 નવા કેસ નોંધાયા. જ્યારે 2 હજાર 806 લોકોના કોરોનાથી મોત થયા. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 28 લાખ 07 હજાર 338 એક્ટિવ કેસ છે. ગત 24 કલાકમાં 2 લાખ 18 હજાર 674 સ્વસ્થ થયા છે. ભારતમાં સતત 5મા દિવસે કોરોનાના 3 લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. એટલે કે, છેલ્લા 5 દિવસમાં જ દેશમાં કોરોનાના 15 લાખથી વધારે નવા કેસ સામે આવી ચૂક્યા છે.
મેના મધ્યમાં દસ લાખ વધુ કોરોનાના એક્ટિવ કેસ વધી શકે છે. આ પહેલાં સંશોધકોએ આગાહી કરી હતી કે 11થી 15 મેની વચ્ચે લહર પીક પર હોઈ શકે છે. તે સમયગાળા દરમિયાન 33થી 35 લાખ કેસો આવી શકે છે. ત્યારબાદ મેના અંતિમ તબક્કામાં કોરોનાના કેસો ઘટવાની શરૂઆત થશે. જોકે, અગાઉ આ જ મોડેલના આધારે 15 એપ્રિલ સુધીના સમયગાળામાં કોરોનાના કેસો પીક આવશે એવો દાવો કરાયો હતો. જે સાચો ઠર્યો નથી. આઇઆઈટી કાનપુરમાં કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ ડીપાર્ટમેન્ટના પ્રોફેસર મનિંદર અગ્રવાલે કહ્યું, ” આ સમયે અમે સૌથી ઓછા અને સૌથી વધુ વેલ્યુને પણ સ્વીકાર્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ બે આંકડાઓની વચ્ચે જ વાસ્તવિક કેસ હશે.