કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. કોરોનાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે ત્યારે ઘણા રાજ્યોમાં કોરોનાના કારણે સ્થિતિ વકરી છે. આવી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જ કોરોનાથી બચવાના એકમાત્ર ઉપાય છે.. આવી સ્થિતિમાં, હવે ઘણા ડોકટરો ડબલ માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે, એટલે કે, જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે એકની જગ્યાએ બે માસ્ક પહેરવા જોઈએ. ડબલ માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે.હવે ઘણા લોકો ડબલ માસ્ક પહેરવાનું પણ અપનાવી ચૂક્યા છે..પરંતુ ડબલ માસ્ક પહેરવાની પણ એક સાચી રીત છે.. ઘણા લોકો ડબલ માસ્ક પહેરે છે પરંતુ તેમની માસ્ક પહેરવાની રીત ખોટી હોય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે ડબલ માસ્ક કેવી રીતે પહેરવું જોઈએ અને ડબલ માસ્ક પહેરવાની સાચી રીત.સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર માસ્ક લગાવવાની સાચી રીત જણાવવામાં આવી હતી સાથે એક વીડિયો દ્વારા પણ માસ્ક કેવી રીતે પહેરવું તે જણાવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડબલ માસ્ક પહેરવાથી કોરોનાના નવા સ્ટ્રેનથી પણ બચી શકાય છે. જ્યારે પણ તમે ડબલ માસ્ક પહેરો ત્યારે કોટન એની સર્જીકલ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ડબલ માસ્કમાં કોટન અને સર્જિકલ માસ્ક સૌથી વધુ અસરકારક રહે છે. ઘણા લોકો બે સર્જિકલ માસ્ક અથવા બે કોટન માસ્ક પહેરતા હોય છે પરંતુ તે વધુ અસરકારક સાબિત થતા નથી. ડબલ માસ્ક પહેરતી વખતે સર્જિકલ માસ્ક પહેરવું જોઈએ. અને તેના પર કોટનનું માસ્ક પહેરવું જોઈએ તેને સૌથી સુરક્ષિત અને અસરકારક માનવામાં આવે છે. ડબલ માસ્ક પહેરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે બંને માસ્ક એક સરખા ન હોવા જોઈએ. ડબલ માસ્ક પહેરતી વખતે 2 સર્જિકલ માસ્ક, બંને કોટન માસ્ક અને બંને એન -95 માસ્ક એક સાથે ન પહેરવા જોઈએ. ઉપરાંત, સર્જિકલ માસ્ક હંમેશા કોટન માસ્કની નીચે પહેરવું જોઈએ જોઈએ.
