કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાની બીજી લહેરને નિયંત્રણમાં લાવવા માટે લોકોની ભાગીદારી ઘણી મહત્વપૂર્ણ છે. આવનારા ચાર અઠવાડિયા આપણા માટે વધારે મુશ્કેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસની તીવ્રતા વધી છે, ગયા વર્ષ કરતા વધારે ઝડપથી મહામારી ફેલાઇ રહી છે.આ સિવાય છેલ્લા ઘણા સમયથી એક વાતની ચર્ચા થતી હતી કે કેન્દ્ર સરકાર તમામ ઉંમરના લોકોને વેક્સિન કેમ નથી આપતી. આ અંગે પણ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અત્યારે જો લોકોને વધારે જરુર છે તેમને જ વેક્સિન આપવામાં આવી રહી છે.સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું કે વિશ્વ આખામાં આ વિષય પર ઘણો વિચાર વિમર્ષ થયો છે. જ્યારે પણ રસીકરણ થાય છે, તો તેનો ઉદ્દેશ્ય લોકોને મોતથી બચાવવાનો હોય છો. બીજો ઉદ્દેશ્ય આપણી સ્વાસ્થ્ય સુવિધાને મજબૂત કરવાનો છે. ભારત, અમેરિકા, બ્રિટેન વગેરે તમામ દેશોમાં આ ઉદ્દેશ્ય સાથે જ રસી આપવામાં આવી રહી છે.
