સોશ્યલ મીડિયા પર બેંકના નામથી નકલી નોકરીની રજૂઆતને લઈને લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે. બેંકે સ્પષ્ટ કહ્યુ છે કે, તેણે નિમણુક અથવા લોકો પાસેથી પૈસા લેવાને લઈને કોઈપણ પ્રકારની એજંસીની સેવા લીધી નથી.બેંકે આ વિશ્ ટ્વિટ કરીને લેકોને એલર્ટ કર્યા છે.IDBI બેંકે ટ્વિટમાં કહ્યુ છે કે. તેમને એ જાણકારી મળી છે કે, ધોખાધડીથી જોડાયેલા લોકો/ નિમણુક કરનાર એજન્સીઓ IDBI બેંકના નામ પરથી નકલી નિમણુકપત્ર જારી કરીને નોકરીની રજુઆત કરી રહ્યા છે. જો તમારી પાસે પણ આવો કોઈ ફોન આવે તો એલર્ટ રહો. આ કેસની તપાસ કર્યા બાદ જ આગળ વધો.IDBI બેંકે કહ્યું છે કે આ પત્રોમાં બેંકનું નામ, લોગો અને સરનામાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આઈડીબીઆઈ બેંકના જણાવ્યા મુજબ, તેણે કોઈ એજન્સી અથવા વ્યક્તિને તેના વતી નિમણૂક અથવા તાલીમ વગેરે માટે કોઈપણ રકમ / કમિશન / ફી લેવા માટે રોકાયેલા નથી. હકીકતમાં, આ દિવસોમાં આવા ઘણા કિસ્સાઓ છે જેમાં બેંકમાં નોકરી મેળવવાના નામે લોકોને નકલી ફોન કોલ્સ આવી રહ્યા છે.બેંકે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને આવા કપટપૂર્ણ લોકો / એજન્સીઓથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. બેંકના જણાવ્યા અનુસાર નિમણૂકની સૂચના હંમેશા તેની વેબસાઇટ www.idbibank.in પર આપવામાં આવે છે. આઈડીબીઆઈ બેંક એ એલઆઈસી દ્વારા નિયંત્રિત એક બેંક છે. તાજેતરમાં, IDBIનો નિયંત્રણ દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીને સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે IDBIમાં નોકરી મેળવવાના નામે આ પ્રકારનો કોઈ ફોન અથવા ઇ-મેઇલ છે, તો તરત જ બેંકની વેબસાઇટ પર જાઓ અને તપાસ કરો કે ખરેખર આવી કોઈ નોકરી છે કે નહીં.
