જો આપ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરતા રહ્યાં છો તો આપનાં માટે એક જરૂરી માહિતી સમાચાર છે. 16 માર્ચ બાદ કંઇક ખાસ રીતે આ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ઓનલાઇન સુવિધા બંધ થઇ શકે છે
હકીકતમાં થોડાં સમય પહેલા RBIએ એક નોટિફિકેશન રજૂ કર્યુ હતું. નોટિફિકેશન અનુસાર 16 માર્ચ 2020 સુધી આપે જો ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ઓનલાઇન અથવા તો કૉન્ટૈક્ટલેસ ટ્રાન્ઝેક્શન નથી કર્યુ તો આ સુવિધા બંધ થઇ જશે. એવામાં જો આપ ઇચ્છો છો કે આ સુવિધા આપનાં કાર્ડમાં શરૂ રહે તો તે માટે આપે 16 માર્ચ પહેલાં ઓછામાં ઓછું એક વાર તો ઓનલાઇન અને કૉન્ટૈક્ટલેસ ટ્રાન્ઝેક્શન તો કરવું જ પડશે.
તમને જણાવી દઇએ કે કૉન્ટૈક્ટલેસ ટેક્નોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્ઝેક્શન માટે સ્વાઇપ કરવાની જરૂરિયાત નથી રહેતી. આ સિવાય 16 માર્ચથી ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ, પીઓએસ ટ્રાન્ઝેક્શન, એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ ઑન/ઑફ કરવાની પણ સુવિધા મળશે. RBIએ આ સુવિધા ઓનલાઇન ફ્રૉડથી બચાવવા માટે શરૂ કરી છે. આને આધારે ગ્રાહક ખુદ પોતાનાં કાર્ડને બંધ અથવા તો એક્ટિવ કરી શકશે. આ સિવાય કાર્ડનાં સ્ટેટસમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર થવા પર કાર્ડ હોલ્ડરને એલર્ટ કરવામાં આવશે. મહત્વનું છે કે RBIએ ફ્રૉડને રોકવા માટે તમામ પ્રકારનાં કાર્ડમાં ફેરફાર પણ કર્યો છે. આ અંતર્ગત મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા કાર્ડને ઇએમવી ચિપવાળા કાર્ડમાં બદલવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ બેંકોએ પોતાનાં ગ્રાહકોને કાર્ડ બદલવાનાં શરૂ કરી દીધાં હતાં.