તા.૧ એપ્રિલથી વેપારીઓ માટે જીએસટી સંદર્ભે કેટલાક નવા સુધારા અમલમાં આવશે, જે નીચે મુજબ છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે તા.૧ એપ્રિલથી વેચાણના બિલોની નવી સિરિઝ ૧ થી શરૃ કરવી પડશે. જેમનું વાર્ષિક ટર્ન ઓવર ૫૦ કરોડથી વધુ છે તેણે જે માહિતી વેચાણ બિલોમાં દર્શાવાની છે તે વેબસાઇટના પોર્ટલથી બનાવવાની રહેશે.જેમનું ટર્નઓવર રૃા.૫ કરોડ સુધી તેણે ચાર આંકડામાં વેચાણ બિલોમાં એચએસએન નંબર દર્શાવાના રહેશે જેને માલ વેચ્યો હશે તેના વેચાણ બિલો અથવા ઉધાર નોંધ અથવા તો વેરો ભર્યાનો પૂરાવો મેળવી લેવાનો રહેશે. જો વિગતો આઉટવર્ડ સપ્લાયના સ્ટેટમેન્ટમાં નહીં હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે.માલની હેરફેર વખતે જીએસટી કાયદાનું ઉલ્લંઘન થાય તો માલ, વાહન અને દસ્તાવેજ કરી શકશે. વાહન અટકાવતા માલનો માલિક હાજર થાય તો ભરવાપાત્ર વેરાના ૨૦૦ ટકા અને માલ માફ કરવા પાત્ર હોય તો માલની કિંમતના બે ટકા અને મહત્તમ ૨૫ હજારનો દંડ થશે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે વેપારીએ એલયુટી (લેટર ઓફ અન્ડર ટેકિંગ) માટે અરજી કરી દેવી, તેમ ટેક્સ બાર એસો.ના મીડિયા કન્વીનરે કહ્યું છે.
