જો તમારે એલ.આઈ.સી. ઓફિસ જવુ છે અથવા તેના સંબંધિત કોઈ કાર્ય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે 10 મેથી એટલે કે આજની તારીખથી, એલઆઈસીની તમામ ઓફિસમાં (5 દિવસની કામગીરી) ફક્ત 5 દિવસ કામ કરવામાં આવશે. એટલે કે શનિવાર અને રવિવારે કચેરીઓ સંપૂર્ણ બંધ રહેશે.કંપનીએ એક જાહેર નોટિસમાં કહ્યું છે કે 15 એપ્રિલ 2021 ના જાહેરનામામાં ભારત સરકારે જીવન વીમા નિગમ માટે દર શનિવારે જાહેર રજા જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે સરકારે આ ફેરફાર નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 ની કલમ 25 હેઠળ કર્યો છે. જો તમારે એલઆઈસી ઓફિસમાં કોઈ કામ છે, તો તમારે સોમવારથી શુક્રવારની વચ્ચે જવું પડશે. એલઆઈસી કચેરીઓ અઠવાડિયાના 5 દિવસ, સોમવારથી શુક્રવાર સુધી સવારે 10 થી સાંજના 5.30 સુધી ખુલ્લી રહેશે. એલઆઈસી અખબારોમાં જાહેરાત આપીને તેના વિશે માહિતી આપી રહી છે, જેથી ગ્રાહકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે. એલઆઈસીએ કહ્યું છે કે 15 એપ્રિલના રોજ કરવામાં આવેલી સરકારની ઘોષણા મુજબ, એલઆઇસી ઓફિસ 10 મેથી દર શનિવાર અને રવિવારે બંધ રહેશે.એલઆઈસી તેના ગ્રાહકોને ઓનલાઇન સુવિધા પણ પૂરી પાડે છે. તમે તેની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/ પર તમામ કાર્ય ઓનલાઇન કરી શકો છો. આ ઉપરાંત, કોરોના કટોકટીની વચ્ચે તેના ગ્રાહકોની અસુવિધાને ધ્યાનમાં રાખીને, એલઆઈસીએ દાવાની પતાવટ સંબંધિત શરતોમાં થોડી રાહત આપવાની જાહેરાત કરી છે.
