સરકારી બેંકો પોતે કામકાજના સમયમાં ફેરફાર કરી રહી છે. જો તમે કેશ જમા કરાવવા અથવા નીકળવા માટે બેંકોમાં આવનજાવન કરો છો તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. હવે સરકારી બેંકોમાં ગ્રાહકો માટે બેન્ક ખોલવા માટે અને બંધ કરવાના સમય અંગે નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. દરેક બેંકો આ જ પ્રમાણે કાર્ય કરશે.
ઝી બીઝનાં જણાવ્યા અનુસાર સરકારી બેન્કોનો ખુલવાનો સમય બદલાઈ ગયો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી શરૂઆત થઇ ચુકી છે. અહીં સરકારી બેન્ક સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બેન્કિંગ કામકાજ કરશે. પહેલા બેંકમાં બપોરે 2 વાગ્યા સુધી જ નાણાં જમા થતા હતા, હવે ગ્રાહક સાંજે 5 વાગ્યા સુધી નાણાં જમા કરાવી શકે છે. આ સિવાય રાજસ્થાનમાં પણ બેન્કના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ જાન્યુઆરી,2020થી બેંકોના કામકાજનો સમય બદલાઈ ગયો છે. હવે બેન્કોનો બંધ થવાનો સમય સાંજે 6 વાગ્યાનો કરવામાં આવ્યો છે. આ આદેશ સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી તરફથી લેવામાં આવ્યો છે.
નાણાં મંત્રલાયે છેલ્લા વર્ષથી જ સરકારી નિયંત્રણ વાળા બેન્કના કામકાજનો સમય દરેક જગ્યાએ એક સરખો રાખવા માટે ઈચ્છે છે અને તે માટે નિર્દેશ પણ આપ્યો હતો પરંતુ વિભિન્ન બેંકો સાથે તાલમેલ ન બેસતા અમલ થઇ શક્યો ન હતો.હાલના બદલાવ બાદ બેંકોમાં કોમર્શિયલ એક્ટિવિટીનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ઘણી બેંકોમાં આ સમય 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. અન્ય વિસ્તારમાં 10થી 5 વચ્ચે સમયમાં કામકાજ થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નવા ટાઈમમાં બેંકોના ખોલવાનો અને બંધ કરવાના સમય માટે 3 વિકલ્પ આપવામાં આવ્યા હતા, પહેલો સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી, બીજો, સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી અને ત્રીજો 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી.