આવકવેરા વિભાગે તમામ PAN-CARDને આધાર સાથે લીંક કરવું અનિવાર્ય કરી દીધું છે. એ માટે જો તમે હજુ સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લીંક નથી કર્યું તો એલર્ટ થઈ જાઓ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે પાન અને આધાર લિંકિંગની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 નક્કી કરી છે. હવે તેમાં માત્ર થોડા જ દિવસો રહ્યાં છે. જો તમે 31 માર્ચ પહેલા આ કામ નહીં કરો તો તમારૂ પાન કાર્ડ બેકાર થઈ જશે. આવી સ્થિતિમાં તમારે આવકવેરાની અધિનિયમની કલમ 272 બી હેઠળ 10, 000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તે માટે તમામ પાનકાર્ડ ધારકો સ્ટેટસની તપાસ કરીને આધાર સાથે જલ્દી લીંક કરાવવું જોઈએ. તમારા ફોનમાં કેપિટલ લેટરમાં આઈડીપીએન ટાઈપ કરીને પછી સ્પેસ આપીને આધાર નંબર અને પાન નંબર લખો. આ મેસેજને 567678 કે 56161 ઉપર મોકલી દો. તે બાદ આવકવેરા વિભાગના બંને દસ્તાવેજોને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. આવકવેરા વિભાગની ઓફિશીયલ વેબસાઈટ ઉપર ક્વિક લિંક વિકલ્પમાં લિંક આધાર ઉપર ક્લીક કરો. જો તમારૂ એકાઉન્ટ નહીં બન્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરો. અહીંયા તમારે પાન, આધાર નંબર અને નામ ભરવાનું રહેશે. જેનો ઓટીપી સંબંધિત મોબાઈલ નંબર ઉપર આવશે. ઓટીપી ભર્યા બાદ તમને આધાર અને પાન લિંક થઈ જશે.
