સતના જિલ્લાના ખૂંથી સ્કૂલમાંથી સામે આવ્યો છે. જ્યાં તંત્ર દ્વારા આ શાળામાં રસીકરણ માટેનું કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. અહીં સોમવારે સવારે લગભગ 9.30 કલાકે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ અને શાળાના કર્મચારીગણ અને અધિકારીઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. જ્યાં કાર્યક્રમની શરૂઆત પહેલા મહાત્મા ગાંધીની તસ્વીરની સાથે વડાપ્રધાન મોદીની તસ્વીર પણ લગાવી હતી. આ દરમિયાન શિક્ષક, આચાર્ય, અને સ્વાસ્થ્ય અધિકારીઓ પણ ત્યાં હાજર હતાં.ઉતાવળીયા નેતાઓ મહાત્મા ગાંધીની તસ્વીરની સાથે સાથે વડાપ્રધાન મોદીની તસ્વીર પર પણ હાર ચડાવી દીધો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર તેમને પણ આ ફોટાઓ મોટા ઉપાડે શેર કર્યા હતા. જો કે, હવે આ આખી ટીમ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.આ ઘટના બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર ત્રિપાઠીએ કહ્યુ હતું કે, આ સમગ્ર ઘટનાની આકરા શબ્દોમાં ટિકા કરુ છુ. આવી ભૂલ ફરી વાર થવી જોઈએ નહીં. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં ભાજપના નેતાઓએ મોદીની તસ્વીર પર હાર ચડાવી દીધો હતો. જો કે અહીં કોઈ મોટા નેતાઓ આવ્યા નહોતા. સૌથી મોટી વાત તો એ છેકે, બુદ્ધિના આ લઠ્ઠ ભાજપ નેતાઓને એટલી પણ ખબર ન પડી કે, કોને હાર ચડાવાય અને કોને ન ચડાવાય.
