હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. સરકારે માસ્કને ફરજિયાત કર્યુ છે. આ તમામની વચ્ચે તેલંગણામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેને જોઈને સૌ કોઈ નવાઈ પામ્યા હતા. અહીં એક વૃદ્ધ પોતાનું પેન્શન લેવા માટે પેન્શન ઓફિસમાં પહોંચ્યા હતા. અહીં આવ્યા ત્યારે તેમણે માસ્કની જગ્યાએ પક્ષીનો માળો પહેરીને આવ્યા હતા. વૃદ્ધનું કહેવુ છે કે, તેમની પાસે માસ્ક ખરીદવાના પૈસા નથી, એટલા માટે તેમણે આ રીત અપનાવી. આ ઘટના તેલંગણાના મહેબૂબનગર જિલ્લાના ચિન્નમુનુગલ ચાડના રહેવાસી મિકાલા કુર્મૈયાની છે. મિકાલા પોતાનું પેન્શન લેવા માટે ઓફિસ જવુ પડ્યુ હતું. જો કે, આ દરમિયાન મોઢા પર લગાવવા માટે તેમની પાસે માસ્ક નહોતુ. પોલીસની કાર્યવાહીથી બચવા માટે તેમણે આ આઈડીયા આવ્યો હતો.મિકાલા જ્યારે સરકારી ઓફિસમાં પહોંચ્યા ત્યારે લોકો તેમને આશ્ચર્યભરી નજરે જોવા લાગ્યા હતા. અમુક લોકોએ તેમના જૂગાડના વખાણ પણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ તસ્વીર હાલમા વાયરલ થઈ રહી છે. આ ઘટના બાદ લોકો મોટી સંખ્યામાં માગ કરી રહ્યા છે કે, સરકારે ફ્રીમાં માસ્ક વહેંચવા જોઈએ. લોકો મિકાલાના વખાણ કરી રહ્યા છે કે, લોકોએ મિકાલા પાસેથી શિખવુ જોઈએ, જે લોકો માસ્ક નથી પહેરતા તેમના માટે મિકાલા એક મિસાલ છે.
