આંધ્ર પ્રદેશમાં થયેલા અનોખા લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દુલ્હા અને દુલ્હનની હાઈટને લીધે મેરેજે બધાનું ધ્યાન ખેંચ્યું. 2 ફૂટનો વરરાજો અને 4 ફૂટની દુલ્હન લગ્નનાં તાંતણે બંધાઈને એકમેકના થયા. આ કપલ ખ્રિસ્તી છે, તેમના લગ્ન સ્થાનિક ચર્ચમાં થયા. નવદંપતીને આશીર્વાદ આપવા માટે મહેમાનો આવ્યા હતા. 31 માર્ચે થયેલા લગ્નથી દુલ્હા અને દુલ્હન એમ બંનેનો પરિવાર ખુશ છે. મુમ્મીદિવરામ શહેરના રહેવાસી દેવરાપલ્લી શ્રીનિવાસે ગ્રેજ્યુએશન કર્યું છે. નાનપણમાં જ તેની હાઈટ વધવાની બંધ થઇ ગઈ હતી. દીકરાની હાઈટને લીધે તેનો પરિવાર હંમેશાં ચિંતિત રહેતો હતો. આ પરિવાર દુલ્હનની શોધ કરી રહ્યો હતો ત્યાં શ્રીનિવાસને તેની પાર્ટનર મળી ગઈ.અમલાપુરમમાં સામાનાસા ગામની સત્ય દુર્ગાની હાઈટ 4 ફૂટ હતી. તેનો પરિવાર પણ દુલ્હાની શોધમાં હતો. સત્ય દુર્ગા ધોરણ 8 સુધી ભણેલી છે. સત્ય દુર્ગા અને શ્રીનિવાસને ઘણી રાહ જોવી પડી એકબીજાને જીવનભરનાં હમસફર મળી ગયા.
