ઉંમર લોકોના ચહેરાથી લઇ ફિટનેસ સુધી દેખાવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે કાશ્મીર ઘાટીની એક આદિજાતિ છે, જેની સરેરાશ ઉંમર 120 વર્ષ હોય છે અને હંમેશા જુવાન રહે છે? અનેક પ્રકારના લોકોએ આ લોકો સાથે સમય વિતાવ્યો છે, જે તેમની ખૂબ જ પ્રશંસા કરે છે.તેમની લાંબી ઉંમર પાછળનું મુખ્ય કારણ છે તેમની સ્વસ્થ જીવનશૈલી. અહીં રહેતા લોકો એ જ ખાય છે, જે તે પોતે ઉગાડે છે. હુંજા આદિજાતિના લોકો જરદાળુ અને તડકામાં સુકવેલા અખરોટ ખૂબ ખાય છે. અનાજમાં તેઓ જવ, બાજરી અને કટુ ખાય છે. તેઓ માત્ર બે ટંક જમે છે.ઘણા વર્ષો સુધી તેમની સાથે રહ્યા છે અને તેમણે જણાવ્યું કે, ત્યાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રોગથી પીડિત નથી.પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ગિલગિત-બાલ્ટિસ્તાનના પર્વતો વચ્ચેના ગામડામાં હુંજા આદિજાતિના લોકો રહે છે. તેમની સરેરાશ ઉંમર 110થી 120 વર્ષની હોય છે. અમુક લોકો તો 150 વર્ષ સુધી જીવિત રહે છે. અહીં રહેતા લોકો 70 વર્ષની ઉંમરમાં પણ 20 વર્ષના યુવાન જેવા દેખાય છે. જ્યારે પુરુષ 90 વર્ષની ઉંમરે પણ પિતા બની શકે છે. આ વાત ડોક્ટર્સ માટે પણ રહસ્ય બનેલી છે.
Friday, May 3