એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે ભારતની મુલાકાતે આવ્યાં છે. તાજેતરમાં જ જેફ બેઝોસે દેશના જાણીતા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. આ મિટિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણી, ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલ, ગોદરેજ ગ્રુપના ચેરમેન અને અન્ય પ્રમુખ ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યાં હતા.
આ મિટિંગમાં ઈન્ફોસિસના ફાઉન્ડર એન આર નારાયણ મૂર્તિ, શોપર્સ સ્ટોપના બી એસ નાગેશ,ઈન્ફોસિસના CEO સલિલ પારેખ, ફ્યુચર ગ્રુપના ફાઉન્ડર-CEO કિશોર બિયાણી, યુનિલીવરના સંજીવ મહેતા, નેસ્લેના સુરેશ નારાયણ અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલના મધુસુદન ગોપાલન સામેલ થયા હતા. બેન્કિંગ અને ફાઈનાન્સ સેકટરના એસબીઆઈના ચેરમેન રજનીશ કુમાર, બેન્ક ઓફ અમેરિકાના કાકૂ નાખટે, એચએસબીસીના સુરેન્દ્ર રોશા, અને બજાજ ફાઈનાન્સના સંજીવ બજાજ પણ બેઝોસની મીટિંગમાં હાજર રહ્યાં હતા.