અમેરીકાનાં અગ્રણી નેતા કોંગ્રેસી લુઇસે મહાત્મા ગાંધી અને માર્ટીન લ્યુથર કિંગ જુનિયરનાં વારસાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિનિધિ સભામાં એક પ્રસ્તાવ રજુ કર્યો.
આગળનાં પાંચ વર્ષો માટે લગભગ એક હજાર કરોડ રૂપિયા (150 મિલિયન ડોલર) જેટલી રકમ બજેટમાં ફાળવવાની માંગ કરી છે.
મહાત્મા ગાંધીની 150મી જયંતિને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ રજુ કરાયો આ હાઉસ બિલ (એચઆર 5517)દુનિયાનાં બે સૌથી મોટા લોકતંત્રની વચ્ચે દોસ્તી બતાવે છે,અને મહાત્મા ગાંધી અને ડો માર્ટિન લ્યુથર કિંગનાં વારસા અને યોગદાનનું સન્માન કરે છે.
અન્ય બાબતો સિવાય આ બિલમાં ગાંધી-કિંગ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની સ્થાપનાનો પણ પ્રસ્તાવ છે.જે યુએસએસઆઇડી દ્વારા ભારતીય કાયદા પ્રમાણે બનાવવામાં આવશે.
આ બિલમાં ગાંધી-કિંગ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન માટે યુએસએઆઇડીનાં આગળનાં પાંચ વર્ષો માટે દર વર્ષે લગભગ 200 કરોડ રૂપિયા (30 મિલિયન ડોલર)ની બજેટ ફાળવણી કરવાની માંગ કરી છે.
આ બિલમાં કહેવામાં આવ્યું છે કે આ ફાઉન્ડેશન અમેરિકા અને ભારતની સરકારો દ્વારા તૈયાર કરાયેલી એક પરીષદ જે આરોગ્ય,પ્રદુષણ,ગ્લોબલ વોર્મિગ,શિક્ષણ,મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં ગેર-સરકારી સગઠનોને ભંડોળ પુરૂ પાડશે.
આ બિલને ભારતીય મુળનાં અમેરિકન સાંસદ ડો.અમી બેરા,રો ખન્ના,અને પ્રેમિલા જયપાલ સિવાય બ્રેડા લોંરેન્સ,બ્રાન્ડ શેરમેન અને જેમ્સ મેકગવર્નનું સમર્થન મળ્યું છે.
અમેરિકામાં ભારતનાં રાજદુત હર્ષવર્ધન શ્રૃગલાએ આ બિલનું સ્વાગત કરતા કહ્યું છે કે આ ભારત અને અમેરિકા વચ્ચે ‘ગાઢ સાંસ્કૃતિક અને વૈચારિક સંબંધો’ને મજબુત કરે છે.